Charchapatra

સાદગી, સદાચારથી જ સંતપણું શોભે!

વાળી લંગોટી ને દાનતુ ખોટી, માયામાં ચિત્તડું ચઢે, ભગવા પે’રીને કરે ભવાડા, ભગવાન એમ કાં મળે-મનખો.- દાસ સવો. અધ્યાત્મપથ-સમ્યક ભકિતનો માર્ગ સ્વીકારનારા સાધુ-સંતોના જીવન વૃત્તાંતમાં સાદગી અને સદાચાર જરૂરી આયામો છે. ગુરૂ-મહારાજ પંચશીલ સિધ્ધાંતો પાળવા, તે મુજબ કરણી-કથની, રહેણી-કરણી, વિનય-વિવેકને સાબદાં કરીને, સમભાવ-સમતા જેવા આવશ્યક આંતરિક સદ્‌ગુણો આત્મસાત કરાવ વચન-સોગંધ લેવડવતા હોય છે, જેથી સંતપણું દિપી ઉઠે! ઉપરોકત પદની બે કડીમાં ભકતવત્સલ સવા ભગતે પ્રપંચી, લેભાગુ, તરકટી, મોહમાયામાં પ્રચૂર હોય એવા બહારથી સંતના વાઘા ઓઢીને-પહેરીને સમાજમાં ફરનારાઓને આડે હાથ લીધા છે!! સંતનીસ ાચી ઓળખ આંતરિક-હૃદયાકાશથી થતી હોય છે. જેને બાહય પહેરવેશ શણગાર, ટીલા, ટીપકાં, કંઠી, માળા, મણકા સાથે કોઇ નિસ્બત નથી. સાધનો સાધન જ છે, સાધ્ય નથી. આપણું લક્ષય ઇશ્વર, અલ્લાહ, પરવરદિગારને ઓળખવાનું, તેની અને ખૂદની અનુભૂતિ કરવાનું છે. અનુભવ ઇન્દ્રિયગત છે, અનુભૂતિ આંતરિક ઘરેણું છે!!
કાકડવા (ઉમરપાડા) – કનોજભાઇ વસાવા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top