દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌંભાંડ બાદ નકલી લેટર પેડનો મામલો સામે આવ્યો છે જેમાં દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખના નકલી લેટરપેડનો ઉપયોગ કરી જિલ્લા પંચાયતના સંશોધન અધિકારી વિરૂધ્ધ બદલી કરવાનો લેટર ગાંધીનગરના સચિવને મોકલવામાં આવતાં આ મામલે દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ દ્વારા આ મામલે ખુલાસો જાહેર કરી આ મામલે ગાંધીનગર સચિવને રજુઆત કરી આ પોતાનો જેતે સમયનો લેટરપેડ તદ્દન પાયાવિહોણો હોવાનું જણાવ્યું હતું.
દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌંભાંડનો મામલો હજુ ચાલી રહ્યો છે અને તેમાંય એકપછી એક આરોપીઓ જેલના સળીયા પાછળ છે ત્યારે દાહોદ જિલ્લામાં ભુકંપ સર્જે તેવો વધુ એક મામલો સામે આવ્યો છે જેમાં દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ શિતલબેન વાઘેલાના નામનો નકલી લેટરનો કોઈક અજાણ્યા ઈસમે ઉપયોગ કરી ગાંધીનગરના સચિવ (આયોજન) વિભાગને સંબોધી જણાવ્યું હતું કે, જિલ્લા આયોજન કચેરી ખાતે ફરજ બજાવતા સંસોધન અધિકારી તરીકે કલ્પેશ ચોટલીયા આયોજન કચેરી ખાતે પોતાનું મનસ્વી મનસ્વી વર્તન રાખી સેવા બજાવતાં હોય તેઓની બદલી કરવામાં આવે, તેવું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ લેટર તારીખ ૨૫.૦૯.૨૦૨૩ના રોજ મોકલવામાં આવ્યો હતો ત્યારે દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ શિતલબેન વાઘેલાનો અઢી વર્ષનો કાર્યકાળ તારીખ ૧૬.૦૯.૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે જેથી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ખોટી રીતે જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખના લેટરપેડનો ઉપયોગ કરી રજુઆત કરી હતી. આ રજુઆત તદ્દન પાયાવિહોણી ગેરવ્યાજબી હોવાનું જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ શિતલબેન વાઘેલાએ જણાવી આ મામલે ગાંધીનગર સચિવને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું.
સંશોધન અધિકારીએ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના લેટર પેડનો દુરુપયોગ કર્યો
By
Posted on