આજે એક બાજુ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે સરહદ પર આપણા વીર જવાનો દેશની રક્ષા કાજે અડીખમ ઊભા રહી લડી રહી દેશની રક્ષા કરી રહ્યાં છે. વાત છે દુશ્મન દેશ પાકિસ્તાનની. જે હરહંમેશ સૈનિક કેમ્પ પર હુમલો કરાવી રહ્યું છે. ફીદાઈન હુમલામાં ચાર-ચાર જવાનો શહિદ થયા. આ હિદાયીન જેવા આતંકીઓ સૈનિક છાવણી પર હુમલો કરી આપણી ભાવના સાથે ખિલવાડ કરી રહ્યા છે. તોયબા વગેરે પણ આજ રાહે ચાલે છે. નુકસાન તો આપણને જ છે. વીર જવાનો શહિદ થાય, તેમના રક્તથી દેશ રક્ષાય. પણ હવે ક્યાં સુધી ચાલશે. દેશની અંદર પણ ગદ્દારો વસી રહ્યાં છે જે આતંકીઓને છુપી રીતે સાથ આપે છે.
ઘણી વાર થાપ ખાઈ જવાય છે અને વીરોનો ભોગ લેવાય છે. દેશ પ્રત્યેની વફાદીરીથી જ ખુદા ખુશ થાય છે. ઉરી-સર્જીકલ સ્ટ્રાઈક કે કોઈ પણ રીતે આ આતંકીઓને મુંહ તોડ જવાબ હવે આપવો જ રહ્યો. અરે! હાલમાં જ પૂરી થઈ અમરનાથની યાત્રામાં પણ સૈનિકો ખડે પગે રહી ભાવિકોની સુરક્ષા કરી રહ્યાં હતાં. આપણા જ દેશમાં આપણા જ યાત્રાધામોમાં કેટકેટલી સાવચેતી આતંકીથી રાખવી પડે છે! આપણા જવાનો શહિદ થાય ત્યારે આંખો ભીની થઈ જાય છે. એ પણ કોઈનો લાડકવાયો છે. રક્ષાબંધન ટાણે જ આ વીરો શહિદ થયા. નવલોહિયા મા-ભોમને કાજ વીરગતિ પામી ગયા. ધન્ય છે આ વીરોને. પણ હવે સાચી દેશભક્તિ આપણે દુશ્મનો અને આતંકીઓ સામે પણ બતાવવા જોમ ભરવું પડશે.
સુરત – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.