Business

સરકાર યોજનાઓને સફળ બનાવે એ જરૂરી

સુરતના રમતવીર નિશાંત ચૌહાણ જેઓ પ્રભાવશાળી રમતવીરોમાં એક  છે. સમાચાર એવા વાચવામાં આવ્યા છે આર્થિક સહાયના અભાવે તેઓ એશિય એરોબિક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો ભાગ બની શકયા નહિ. સોશિયલ સાઇટ પર એકિટવ લોકો સંતાનોની માંદગીના મોટા ખર્ચ કે પછી મોટા અોપરેશનો માટે લાખો રૂપિયાનું દાન  ભેગુ કરી લેતા હોય છે. નિશાંતભાઇને શા માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવાનો વિચાર ન આવ્યો? આવા ફન્ડીંગ દ્વારા તેઓ ચોકકસ સ્પર્ધામાં જઇ શકયા હોત! તેમણે એક સુવર્ણતક ગુમાવી દીધી. શા માટે રમતગમત ક્ષેત્રના મંત્રી કે જેઓ સુરતના છે તેઓનું ધ્યાન આ બાબત તરફ ન ગયું? ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ અંતર્ગત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત ધીમે ધીમે આગેકૂચ કરી રહ્યું છે અને સિધ્ધિઓ પણ મેળવી રહ્યું છે ત્યારે આવા પ્રભાવશાળી રમતવીરો શા માટે સ્પર્ધામાં ભાગ ન લઇ શકયા? ઔદ્યોગિક સિધ્ધિઓમાં આગળ પડતું ગુજરાત આર્થિક સહાય પુરી પાડવામાં પાછળ કેમ? જો આવી પરિસ્થિતિ સર્જાતી રહી તો ગુજરાત સરકારના આવા અભિયાનોમાં જોડાવા લોકો નિરુત્સાહી બનશે અને યોજનાઓ પેપરના પાને જ રહી જશે
સુરત ભાવિશા પી. ત્રિવેદી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બેન્કો પેન્સનરોને સહકાર આપે

હમણાં હમણાં ચારેક પેન્સનરોના મૃત્યુબાદ તેમના જીવન સાથીને ફેમીલી પેન્સન શરૂ કરાવવા માટે જે તે પેન્સન ચૂકવતી સંસ્થાના લાગતા વળગતા ખાતામાં મૂળ પેન્સનરના પીપીઓ સાથે પોતાના સંયુકત બેન્ક ખાતાની વિગત આપી હોય છતાં કોઇ કોઇ બેન્ક પેન્સરના મૃત્યુ બાદ તેના જીવનસાથીને ફેમીલી પેન્સન ચૂકવવા માટે જુદું ખાતું ખોલાવવાની ગેરકાયદેસરની ફરજ પાડે છે. આ માટે દેશની કેન્દ્રીય બેન્ક રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના પરિપત્ર ક્રમાંક આર.બી.આઇ./૨૦૨૧-૨૨/૦૮ દ્વારા ૧૭/૦૫/૨૦૨૨ ને દિવસે તેના માસ્ટર સરકર્યુલર ક્રમાંક ડીજીબીએ: જીબીડી નં. એસ/-૧/૩૧ ૦૨ ૦૦૭/૨૦૨૧-૨૨ જે તા. ૧૭/૦૫/૨૦૨૧ ને દિવસે જાહેર કર્યો છે. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. મૂળ પેન્સનરના અવસાન સમયે જો જે તે પેન્સરનું પેન્સન જે બચત ખાતામાં જમા થતું હોય. તે ખાતું જો તે પેન્સરના જીવન સાથીના નામ સાથે સંયુકત હોય, તેમાં બેમાંથી કોઇપણ એક પૈસા ઉપાડી શકે તેવી સુચના બેન્કને આપવામાં આવી હોય તો કોઇપણ બેન્કની કોઇપણ શાખાએ તે જીવનસાથીને બીજું નવું ખાતું ખોલાવવાનો દુરાગ્રહ કે આગ્રહ કરવાનો નથી અને જીવનસાથીનું ફેમીલી પેન્સન તેજ ખાતામાં જમા કરવા માટે જે તે પેન્સન ચુકવતી સંસ્થાને જાણ કરવાની છે. પરંતુ ઘણી બેન્કના અધિકારીઓ આવા પરિપત્રોનો અમલ કરતા નથી. જાહેર જનતાને જણાવવાનું કે કોઇ પેન્સનરના મૃત્યુ બાદ કોઇ બેન્ક આવી હેરાનગતિ કરે તો આ પરિપત્રનો સંદર્ભ આપી જે તે બેન્કના વડાને પત્ર લખવો.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top