પડોશી દુશ્મન દેશ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું આસન ડોલી ઉઠયું છે. એ હવે કયારે વિદાય થાય એ સમયનો સવાલ છે. જતા જતા ઇમરાન ખાનને ભારતનું સનાતન સત્ય સમજાયું છે. એના હૈયે જે હતુ તે હોઠે આવી ગયું છે. ભારત દેશની ખૂબ મહિમા કરી છે. અગાઉ પણ એને મોદી સરકારની પ્રશંસા કરી છે. બાકી ઇતિહાસ એવું કહે છે કે પાકિસ્તાનના સત્તાધારી પક્ષના વડાની જયારે પણ વિદાય થઇ છે ત્યારે એ વડાપ્રધાનોએ જતા જતા ભારતને પેટ ભરીને ભાંડવાનું બાકી રાખ્યું નથી. આ પહેલો વડાપ્રધાન છે જેના મુખેથી ભારતનું સાચુ મુલ્યાંકન સમાજયું છે. ભારતને ભાંડે કે બદનામ કરે એનાથી ભારતને કોઇ ફેર પડે એમ નથી. ભારત ભારત છે.
પાકિસ્તાન પાકિસ્તાન છે. બંને દેશો વચ્ચે જમીન આસમાનનો ફરક છે. આ એક પાકિસ્તાનના વડાપ્રધાનનું નિવેદન ભારતના કેટલાક મોદી વિરોધી નેતા માટે લપડાક સમાન છે. દુનિયાના દેશોએ પણ મોદીની કદર કરી છે. એની વેલ્યુ સમજાય છે. આજે ભારત દુનિયાના દેશોમાં પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે. મોદી વિરોધી આ દેશના કેટલક વિરોધ પક્ષના નેતાઓને મોદી માટે બાપના માર્યા વેર હોય એવી રીતે રોજ પડે ને બેફામ લવારા કરે છે. એ લોકોને મોદીની ટીકા ટિપ્પણી કર્યા વિના ચેન પડતુ નથી. ખાવાનું પચતુ નથી. ધીમે ધીમે એ લોકોને પણ મોદીની કાર્ય શૈલીનો સાચો પરિચય થવા લાગ્યો છે. આ દેશપ્રેમી નેતાની કિંમત જરૂર સમજાશે.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.