પ્રતિનિધી) સંજેલી, તા.૪
સંજેલી તાલુકાના નેનકી સહિત વિસ્તારમાંથી ખેડૂતોએ ટેકાના ભાવ મેળવવા માટે ડાંગરની ઓક્ટોબર માસમાં ઓનલાઈન નોંધણી કરાવી હતી. જે બાદ ડાંગર આપવા માટે ની તારીખ નો એસએમએસ આજ દિન સુધી મોબાઈલમાં આવ્યા નથી ખેડૂતોને ટેકાનો ભાવ મેળવવા ડાંગર ઘરે જ મૂકી બુકિંગ ની તારીખ માટે મોબાઇલમાં Sms ની રાહ જોઈ બેસી રહેવા મજબૂર બન્યા.ક્લાર્ક દ્વારા ફોન રિસીવ કરવામાં આવતો નથી. સમસ્યાને લઈને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી. સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે અંતર્ગત ટેકાના ભાવથી ડાંગરની ખરીદી કરવા માં આવી રહી છે. ખેડૂતોએ ઓક્ટોબર માસમાં ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ પર જઈ અને નોંધણી કરાવી હતી. ડાંગરની કાપણી પણ પૂર્ણ થઈ ગઈ છે અને હજુ સુધી ટેકાના ભાવ મેળવવા માટે ખેડૂતોને ડાંગર ગોડાઉન સુધી પહોંચાડવા માટેના તારીખ અને સમયના એસએમએસ આવ્યા નથી. મોબાઇલમાં કોલ કે એસએમએસ ન આવે ત્યાં સુધી ટેકાના ભાવની ડાંગરની ગોડાઉન ઉપર ખરીદી કરવામાં આવતી નથી. ઓનલાઇન નોંધણી થયા ને બે માસ જેટલો સમય થઈ ગયો છતાં પણ ખેડૂતોને હજી સુધી ટેકાના ભાવની ગોડાઉન સુધી માલ પહોંચાડવા માટેની એસ.એમ.એસ ના આવતા ખેડૂતોએ દિવસમાં દસ વખત મોબાઇલમાં એસએમએસ ચેક કરવાનો વારો આવ્યો છે અને એસ.એમ.એસ ની રાહ જોઈ ઘરે જ ડાંગરનો પાકનો જથ્થો મૂકી અને રાહ જોઈ બેસી રહેવાનો વારો આવ્યો છે. શિયાળામાં પણ ચોમાસા જેવી ઋતુનો ઘાટ સર્જાયો છે જેથી ખેડૂતોને જો વરસાદ પડી જાય તો ડાંગર પણ પલળી જાય અને તેમને ડાંગર મૂકવા માટેની પણ મકાન માં પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એસએમએસ બાબતે વારંવાર ખેડૂતો દ્વારા ગોડાઉનના ક્લાર્કનો મોબાઇલથી સંપર્ક કરતા તેઓ દ્વારા મોબાઈલ પણ રિસીવ કરવામાં આવતો નથી જેથી નારાજ થયેલા ખેડૂત અને માજી સૈનિક સંગઠનના પ્રમુખ રણછોડભાઈ પલાસ અને આગેવાનો દ્વારા સંજેલી મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સંજેલીના ખેડૂતો ટેકાના ભાવે ડાંગર વેચવા SMSની રાહ જોઈ બેસી રહ્યા
By
Posted on