સંખેડા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
સંખેડા તાલુકાના એક ગામના સરપંચના પતિએ ગામની જ એક મહિલાને આવાસ મંજૂર કરાવવાના બહાને ઘરે બોલાવીને વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે.
સંખેડા તાલુકાના એક ગામની મહિલાએ સરકારની આવાસ યોજનાનો લાભ લેવા ગામના સરપંચના પતિએ કહ્યું હતું અને એ બાબતે તેને જરૂરી કાગળ લઇને તેઓના ઘરે આવવા ફોન કર્યો હતો. તલાટી પણ તેઓની સાથે હોવાનું કહીને બોલાવવા ફોન કર્યો હતો. પરંતુ મહિલાએ પોતાની પાસે ઘરવેરાની પાવતી ન હોવાનું જણાવતા સરપંચ પતિએ વેરો પોતે ભરાવી દેવાનું કહીને ઘરે આવ કહેતા મહિલા સરપંચના પતિના ઘરે ગઈ હતી. ત્યારે ત્યાં જઈને જોતા તલાટી કે અન્ય કોઈ હાજર ન હતા. ફકત સરપંચના પતિ મનોજભાઈ નાથાભાઈ સોલંકી હાજર હતા. મહિલા ઘરે પહોંચતા સરપંચ પતિ મનોજભાઈ સોલંકીએ મહિલાને જરૂરી કાગળો લઇને ઉપરના માળે ચાલો ત્યાં તમારો વેરો ભરવાનો કાગળ અને આવાસના કાગળોમાં આહી સિક્કા લતી આપુ છું કહીને ઉપરના માળે દાદર પાસેની રૂમમાં લઈ ગયા હતા.જ્યાં સરપંચ પતિ મનોજભાઈ સોલંકીએ કાગળ બતાવવાનું કહીને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને કહ્યું કે હું તમારો ઘરવેરા પણ ભરી દઈશ અને આવા પણ મંજૂર કરાવી દઈશ. પણ તમારે મારી સાથે સંબંધ રાખવો પડશે.તેમ કહીને મહિલા ને બાથ ભરીને શારીરિક અડપલા કર્યા હતા. આથી મહિલા ગભરાઈ ગઈ હતી અને મહિલાએ ના પાડતા મનોજભાઈ સોલંકીએ મહિલાની મરજી વિરોધ બળજબરીથી રૂમમાં પડેલા પલંગ ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ મહિલા પોતાના ઘરે જઈને તેના ભાભીને જાણ કરીને સંખેડા પોલીસ સ્ટેશને સરપંચ પતિ મનોજભાઈ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ કરતા સંખેડા પોલીસે મનોજભાઈ સોલંકી વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા