પ્રતિનિધિ સંખેડા
સંખેડામાં લાછરસ વાળાની ખડકીમાં શુક્રવારે મોડી રાત્રે વરસાદના કારણે એક મકાન અચાનક ઘસી પડ્યું હતું જેના કારણે બે એકટીવા બાઈકને નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ થતા ગ્રામજનો તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
સંખેડા તાલુકામાં ધોધમાર વરસાદ દરમિયાન લાછરસ વાળાની ખડકી માં વિદ્યાગૌરી રસિકલાલ શાહ નામના મહિલાના ઘરની દિવાલ ધરાશાયી થઈ હતી.જોકે સદનસીબે કોઈને કોઈ ઈજા થઈ નહોતી. સંખેડામાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે સંખેડા ગામમાં લાછરસ વાળાની ખડકીમાં વિદ્યાગૌરી રસિકલાલ શાહના મકાનની ત્રીજા માળની દીવાલ પડી ગઈ હતી. જોકે આ દીવાલ પડી પણ કોઇને કોઈ ઈજા થઈ નહોતી.
અહેવાલ: સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા