સંખેડા: છોટા ઉદેપુર જીલ્લામાં ગત રાત્રિએ વરસાદને પગલે સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે બે જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેને પગલે બહાદરપુર થી ગોલા ગામડી જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.
છોટા ઉદેપુર જીલ્લામાં ગત રાત્રિ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદને પગલે ઠેર ઠેર વીજળી ડૂલ થઈ ગઈ હતી. તો કેટલીક ઠેકાણે મોટા વૃક્ષો ધરાસાયી રહી જવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં સંખેડાના ગોલા ગામડી ખાતે બે જગ્યાએ મોટા તોતિંગ વૃક્ષો ધરાસાયી થઈ ગયા હતા. આ વૃક્ષોમાં એક સંખેડા જવાના રસ્તા પર પડી જતાં બહાદરપુર ઠો ગોલા ગામડી વચ્ચેનો રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો. જેને લઇને રાહદારીઓને લોટીયા ફરીને બહાદરપુર જવાની ફરજ પડી હતી. આ વૃક્ષ વન વિભાગે કપાઈને રસ્તા પરથી હટાવ્યા બાદ રસ્તો ફરીથી ચાલુ થયો હતો.
ત્યારે બીજી ગોલા ગામડી ચોકડી ઉપર એક મોટા વૃક્ષની ડાળ તૂટીને રસ્તા પર પડતાં એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો. આમ સંખેડા તાલુકામાં બે જગ્યાએ મોટા વૃક્ષો ધરાસાયી થતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
સંખેડા તાલુકામાં બે ઠેકાણે વિશાળ વૃક્ષ ધરાસાયી : વિશાળ વૃક્ષ ધરાસાયી થતા બહાદરપુર ગોલા ગામડી માર્ગ બંધ : વન વિભાગે વૃક્ષ કાપીને રસ્તા પરથી હટાવતા રસ્તો ચાલુ થયો
સંખેડા તાલુકામાં બે ઠેકાણે વિશાળ વૃક્ષ ધરાશાયી થતા બહાદરપુર ગોલાગામડી માર્ગ બંધ
By
Posted on