સંખેડા: સંખેડા પંથકમાં શ્રાવણ માસ શરૂ થતાં ધાર્મિક તહેવારોની ઉજવણીમાં લોકોનો ઉત્સાહ જોવા મળે છે. શ્રાવણ માસના સુદ પાંચમને નાગપંચમી પૂજા, બીજા દિવસે રાધનછથ અને ગુરુવારે શીતળા સાતમના દિવસે ગૃહિણીઓ, ઓરસંગ નદીમાં ઠંડા પાણીનું સ્નાન કરી ઓરસંગ નદીના કિનારે શીતળા માતાની પૂજા ગૃહિણીઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી.
શ્રાવણ સુદ પાંચમથી નાગ પંચમી તહેવારની શરૂઆત થાય છે. મધ્ય ગુજરાતમાં રાધન છઠ અને શીતળા સાતમ શ્રાવણ સુદ પક્ષમાં કરતા હોઈ રાધન છઠને દિવસે વિવિધ વાનગીઓ બનાવી બીજે દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડુ ખાવાની માન્યતા છે. જે અનુસાર રાંધણ છઠના દિવસે હિન્દુ માતા બહેનો દ્વારા આખો દિવસ ભોજન બનાવી સાંજના ચૂલા લિપિ અને ઠંડો કરી સ્વસ્તિક કરી, કંકુ ચોખા અર્પણ કરી પૂજા કરવાની રીત આવતા-ગેસ સ્ટવની પૂજા કરી, બીજા દિવસે વહેલી સવારે સંખેડા ઓરસંગ કિનારે ગૃહિણીઓ નદીના ઠંડા પાણીમાં સ્નાન કરી નર્મદા કિનારે આવેલ ઓરસંગ કિનારે વિવિધ મંદિરોમાં શીતળા માતા શાસ્ત્રો વિધિ મુજબ પૂજા અર્ચના કરી પરિવારમાં ચામડી પર સિરસ અને ખંજવાળ ન આવે તેવી પ્રાર્થના કરી હતી. આજે આખો દિવસ આગલા દિવસે બનાવેલી રસોઈની વાનગીઓ ખાઈ ને શીતળા સાતમનું વ્રત કરતી મહિલાઓ જોવા મળી હતી.