Godhra

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે તિરંગા યાત્રા યોજાઈ

પ્રતિનિધિ ગોધરા

તારીખ ૧૫મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ યાત્રામાં એનએસએસ (NSS)ના ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૬૦થી વધુ કોલેજોના પ્રોગ્રામ ઓફિસરો જોડાયા હતા.

યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયા અને રજીસ્ટ્રાર ડૉ. અનિલભાઈ સોલંકી દ્વારા તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારા લગાવી સમગ્ર યુનિવર્સિટી કેમ્પસને ગુંજવી મૂક્યું હતું.

Most Popular

To Top