શિનોર : શિનોર ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનને ધ્યાને રાખી ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

શિનોર ગામમાં છેલ્લા કેટલા સમયથી ગટર અને ગંદકીને લઈ ગ્રામજનો સમસ્યાનો સામનો કરતા હતા. હાલમાં શિનોર ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી . જેમાં સિનોર ગ્રામ પંચાયતના સદસ્યો સાથે સરપંચ કિન્નલ બેન પટેલ, ઉપસરપંચ નીતિન ખત્રી તેમજ ગામના વકીલ રમેશભાઈ ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ ગામના યુવાન જુબેલભાઈ મેમણને સ્વચ્છતા અભિયાનના ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જેમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે જેમાં શિનોર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 10 દિવસથી જાણે આખા શિનોર ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાની નેમ લીધી હોય એમ સવારથી સાંજ સુધી જુબેલભાઈ મેમણ દ્વારા ગામની ગલી ખુચીમાંથી ગંદકી અને ઝાડી જાખરાને દૂર કરવાથી લઈ પાણીની પાઇપો, સ્ટ્રીટ લાઈટો તેમજ બસ સ્ટેન્ડને કલર કરી નવનિર્મિત કરવામાં આવ્યું છે.
સિનોર ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી ચલાવવામાં આવી જેને ગ્રામજનોએ બિરદાવી સાથે આવનાર દિવસોમાં પણ સતત સ્વચ્છતાને ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી હતી .
શિનોર નગરજનો ની માંગ ને લઈ શિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ દ્વારા સ્વચ્છતા અભિયાન ની કામગીરી ચાલુ જ રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી.