Vadodara

શહેરમાં મેઘરાજા મન મૂકીને મેઘ મહેર કરતા નથી…

ક્યાંક વરસાદી ઝાપટાં તો ક્યાંક કોરું વાતાવરણ આ રીતે આપી રહ્યાં છે મેઘરાજા હાથતાળી.

સમગ્ર દેશમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત બારે મેઘ ખાંગા ની જેમ વરસાદી હેલી હિલોળે ચઢી છે જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે તળાવો, નદી નાળા ડેમમા પાણીની પુષ્કળ આવક થઇ ગઇ છે પરંતુ વડોદરા શહેરમાં મેઘરાજા મન મૂકીને નથી વરસી રહ્યાં.
મેઘરાજા રાહ જોવડાવતા હોય તેમ લાગી રહ્યું છે. દરરોજ સવાર થી રાત અને રાત થી સવારે નભમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ જાય છે શહેરીજનોને એક આશા બંધાવી ચાલ્યા જાય છે. કોઇક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં આપે છે તો કોઇક વિસ્તારને સાવ કોરું જાણે મેઘરાજા હાથતાળી આપી રહ્યાં છે. વડોદરા જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે શુક્રવારે વડોદરાની આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો હતો પરંતુ શહેરમાં જ ચોમાસું જામ્યું નથી. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા બાદ વરસાદ વિરામ લઇ લે છે તો અન્ય વિસ્તારમાં બિલકુલ વરસાદ પડતો નથી આ રીતે શહેરમાં જાણે મેઘરાજા હાથતાળી આપી જતાં હોય તેવું જણાય છે. દર વર્ષે ચોમાસામાં લોકો રેઇનકોટ, છત્રી,તાડપત્રી ખરીદતાં હોય છે તેની સરખામણીમાં આ વર્ષે છત્રી, રેઇનકોટ, તાડપત્રીની ખરીદીમાં મંદી જોવા મળી રહી છે કારણ કે વરસાદી માહોલ શહેરમાં હજી સુધી જામ્યો નથી. એક તરફ વરસાદ અટકી ગયો છે બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે દિવસ દરમિયાન ઉકળાટનો અનુભવ પણ થઇ રહ્યો છે જેના કારણે બિમારીઓ પણ વધી છે શહેરમાં વાતાવરણ ના બદલાવથી વાયરલ તાવના દર્દીઓ વધી રહ્યાં છે.

Most Popular

To Top