સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં કારેલીબાગમાં ભર ઉનાળે નદીઓ વહી રહી છે. નાના ભૂલકાંઓ પાણીમાં રમતા જોવા મળ્યા છે, આ જોઈને કારેલીબાગના પુરવઠા વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં દેખાઈ રહ્યાં છે. કાળઝાળ ગરમીમાં હજારો લિટર પાણીનો વેડફાટ થતાં રહેવાસીઓ રોષે ભરાયાં છે.
એક બાજુ પાણી બચાવો ની મોટી મોટી વાતો કરતી અને જાહેરાતો પાછળ લાખો રૂપિયા નો બગાડ રાજ્ય સરકાર કરે છે …
બીજુંબાજુ લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી તો કારેલીબાગ પુરવઠા વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે.
પુરવઠા અધિકારીની સામે પાણીની ટાંકીમાંથી પાણી વહી રહ્યું છે. નાગરિકોને પીવાનું પૂરતું પાણી આપી ન શકનાર સત્તાધીશો સામે પર નાગરિકોએ પાણીના વેડફાટ પર સવાલો ઉઠાવ્યા છે.
આ માત્ર એક જગ્યા પર નહિ વડોદરા ના અલગ અલગ વિસ્તારો માં પણ પાણી નો બગાડ અને લીકેજ માં કારણે ભર ઉનાળે લોકો સુધી પાણી પોહચતું નથી . સ્થાનિકો પાલિકા ના અધિકારીઓ અને સત્તા પક્ષ માં નેતા ઓ સામે રોસ સામે આયો છે.