વડોદરા: તરસાલી-સુશેન રોડ પર વૃદ્ધાની હત્યા મામલે મકરપુરા પોલીસ દ્વારા આરોપી વિશાલ સરોજને સાથે રાખી રિ-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આ સમયે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જેએન પરમારે અને એફ એસ એલ ટીમ હાજર રહી હતી. આ પહેલા પોલીસે વિશાલ સરોજને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તરસાલી-સુશેન રોડ પર ભાઈલાલ સોસાયટીમાં રવિવારે મળસ્કે પાડોશી જ યુવકે વૃદ્ધાની સોનાની ચેઈન માટે તેમની હત્યા કરી દેતાં વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં પાડોશમાં જ રહેતા વિશાલ દિપક સરોજને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. હત્યારા યુવકે જે સર્જિકલ નાઈફથી હત્યા કરી હતી .ચપ્પુ ઉત્તર પ્રદેશ સ્થિત પોતાની શાળાની બાયોલોજિકલ લેબમાંથી ચોરી કરીને લાવ્યો હતો . વિશાલ સુરવિંદસિંહના એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ લઈ જતો રહ્યો હતો. 5 દિવસમાં 1.15 લાખ ઉપાડ્યા હતા. તે ગાંજાનો વ્યસની હોવાથી ગાંજો ખરીદ્યો હતો, ખાવા-પીવામાં ખર્ચ કર્યો હતા. તે તરસાલી જીઈબી પાસે પડ્યો રહેતો હતો. પૈસા ખૂટતાં લૂંટ ઈરાદે ગયો હતો