Vadodara

વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા

વિવિધ વિભાગના અધિકારીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા :

પૂરની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે અગત્યની ચર્ચા કરાઈ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.26

વડોદરામાં આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સરજી હતી. ત્યારે સરકારે આ બાબતે ગંભીર નોંધ લઇ નિવારણ સમિતિની રચના કરી હતી. જેની અગાઉ મળેલી બેઠકો બાદ આજે નર્મદા ગેસ્ટહાઉસ ખાતે ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વધુ એક બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર નિવારણને લઈને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં આવેલા પૂરના પ્રકોપે વિનાશ વેર્યો હતો શહેર જળબંબાકાર બન્યું હતું. લોકોના જાનમાલને ભારે માત્રામાં નુકસાન થયું હતું તંત્રની બેદરકારીને કારણે ફરી એક વખત નગરજનો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા અને ઠેર ઠેર લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે આ મામલે સરકારે ગંભીર નોંધ લઇ વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની રચના કરી હતી. જેમાં ભારત સરકારના પૂર્વ સચિવ રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર સહિતના નિષ્ણાંતોનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની મંગળવારે ભારત સરકારના પૂર્વ સચિવ બી.એસ.નવલાવાલાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કલેકટર કચેરી નર્મદા નિગમના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રીના પૂર નિવારણ માટે બનાવેલી સમિતિમાં ભારતના પૂર્વ સચિવ બાબુભાઈ નવલાવાલાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીના સલાહકાર, એરીગેશન વિભાગ, એમએસયુ,રેવન્યુ વિભાગ, નેશનલ હાઈવે, ફોરેસ્ટ, કોર્પોરેશનના અધિકારીઓ બધા જ સાથે રહીને પુર નિવારણ માટેની મિટિંગ યોજાઈ હતી અને વિવિધ આયામો પર ચર્ચા. કરવામાં આવી છે. ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે. ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એમના પણ મંતવ્ય આવ્યા છે. એટલે સમગ્ર રીતે જે વિવિધ મીટીંગો થઈ અને આજે પણ આ મીટીંગ થઈ એના જે બધા મુદ્દાઓનો માંથી અંતિમ સરકારમાં સબમીટ કરવામાં આવશે એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે. આ બેઠકમાં આજવા ડેમના ડાઉન સ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરવા માટે , પ્રતાપપુરા ડેમ, વડદલા, ધાનેરા, હરિપુર તળાવોમાં પણ સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવા તેમજ સ્ટ્રેજિંગ કરવા તેમજ આજવા ડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જામ્બુવા નદીમાં ઠાલવવાની પણ વિચારણા થઈ સાથે આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધશે. અને વિશ્વામિત્રી નદીમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં સ્ટ્રેજિંગ અને ડિસલ્ટિંગ કરવાની પણ વિચારણા આ બેઠકમાં કરવામાં આવી છે. અંતિમ રિપોર્ટ સરકારમાં સુપરત કરવામાં આવશે.

Most Popular

To Top