દરેક માનવીમાં કમીકમજોરી સાથે એની વિશેષતા પણ હોય છે. જમા ઉધાર પક્ષ હોય છે. સિક્કાની બંને બાજુની નોંધ લેવી જોઈએ. માત્રને માત્ર વિરોધ કરવા ખાતર એક સરખી વિરોધી વાત કરવી એ કલમ ચલાવનાર ચર્ચાપત્રોનો ધરમ નથી. એનાથી ઈમેજ બગડે છે. મોદીના કરેલા સારા કામની નોંધ પણ લેવાવી જોઈએ. એને તમે નજર અંદજ નહી કરી શકો. એક વાત ચોક્કસ છે કે મોદીએ કરેલા વિકાસના કાર્યો તમે ક્યારેય ભુલી નહી શકો. એમના શાસનમાં એવા એવા કામો થયેલા છે જે પાછળા શાસનમાં ક્યારેય થયા નથી. તમે નંબળી સાઈડની વાત કરો છો ત્યારે એની ઉજળી સાઈડની વાત કેમ ભૂલી જાવ છો! જો મોદી વિરોધી લોકોએ આંખ પર પટ્ટી બાંધી હોય તો હવે ખોલી નાંખો.
હવે તો મોડે મોડે અખબારના કોલમીસ્ટો પણ ધીમે ધીમે મોદીની નીતિરીતિનો સ્વીકાર કરતા થયા છે. રોડ શો વાળી વાતનો જવાબ એ છે કે હવે એ ચૂંટણીમાં અનિવાર્ય થઈ ગયું છે. રાજકીય દરેક પક્ષોએ રેકોર્ડબ્રેક રોડ શો તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં કર્યા છે. હાલમાં રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન મોદીએ કરેલી મહત્ત્વની ભૂમિકાને તમે કેવી રીતે ભૂલી શકો! પંજાબની ચૂંટણીમાં મોદીએ ખેલદીલી પૂર્વક હાર સ્વીકાર કરી કોઈ બહાનાબાજી કરી નથી. જ્યારે ચાર રાજ્યોની હારબાદ વિપક્ષો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે ચારે ચાર રાજ્યોની પ્રજાએ મોદી પર મૂકેલો વિશ્વાસ સાચો ઠર્યો છે. હજુ પણ મોદીની નીત નવી સરકારી યોજનાનો ભેદભાવ વિના લાભ દરેક વર્ગને મળી રહ્યો છે એ નહી ભુલાય. વડા પ્રધાન મોદીના પદની ગરિમા જાળવતા શીખો. પહેલા જરાક વિચારો પછી એની નોંધ લો.
સુરત – જગદીશ પાનવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.