સંસ્કારોનું સિંચન કરતી શાળામાં બિયર અને દારૂની મહેફિલના ગીતો પર શાળાના નાના ભૂલકાઓ પાસે ડાન્સ કરાવતા વિડિયો વાયરલ… વાલીઓમા ભારે રોષ.
વિરપુર : મહિસાગર જીલ્લાની વિરપુર તાલુકાની સ્કૂલ વિવાદમાં સપડાઇ છે સંસ્કારનું સિંચન કરતી સ્કૂલમાં જ બિયર અને દારૂની મહેફિલના ગીતો ઉપર સ્કૂલના નાના બાળકો પાસે ડાન્સ કરાવાતા સ્થાનિક વાલીઓમા ભારે રોષ ભભૂક્યો છે ત્યારે શિક્ષણ વિભાગ શાળા સામે કાર્યવાહી કરે તેવી વાલીઓની માંગ ઉઠી છે મળતી વિગતો અનુસાર વિરપુરમાં આવેલી સ્વામી વિવેકાનંદ વિદ્યા સંકુલ શાળા ખાતે બે દિવસ અગાઉ વાર્ષિકોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના નાના ભૂલકાઓને પાણીની ખાલી બોટલો સાથે બિયર અને દારૂની મહેફિલના ગીતો ઉપર તેમજ બેવફાના ગીતો પર ડાન્સ કરાવવામાં આવ્યો હતો “હાથમાં છે વિસ્કી અને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બવ મહેરબાની”ગાડી હવે રતનપુર બોર્ડર જવાની જેવા અનેક ગીતો પર નાના ભૂલકાઓનો ડાન્સ કરાવતો વિડીયો વિરપુર તાલુકાના સોશ્યલ મીડિયા ફરતો થયો હતો જેમાં શાળાના ટ્રસ્ટી પર વાલીઓએ ભારે રોષ ઠાલવ્યો હતો ઉપરાંત બાળક એક કુમળું છોડ છે, શિક્ષક જે દિશામાં બાળકને વાળે તે દિશામાં બાળક જાય છે,ત્યારે આવા દારૂના ગીતો ઉપર ડાન્સ કરાવતી શાળાના ટ્રસ્ટી અને શિક્ષકો બાળકોને કઈ દિશામાં લઈ જશે સહિતની ચર્ચાઓ અને સવાલો સાથે લોકેએ રોષ ઠાલવ્યો હતો સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલક સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે..