ભાવિક મહેશ્વરી,ભારતીબેન પટેલ,આનંદીબેન રાણા,ભાવનાબેન રાણા,નીરજ લાવણ્યા, અર્પણા લાવણ્યા સહિત યાસમીનબેનનો મૃતદેહ આજે નિવાસ્થાને લવાયો


( પ્રતિનિધિ )વડોદરા,તા.16
વડોદરા વાડી વિસ્તારમાં રહેતા ભાવિક મહેશ્વરીનો આજે મૃતદેહ પોલીસ એસ્કોટીંગ સાથે લાવવામાં આવ્યો હતો. આ સહિત બીજા ચાર વ્યક્તિઓના પણ મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યા હતા. આ તમામની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો સામાજિક આગેવાનો સહિત રાજકીય મહાનુભાવો પણ જોડાયા હતા.


લંડનથી વડોદરા આવી ભાવિકે સગાઈ કરી હતી. પરત લંડન જતી વખતે પ્લેન ક્રેશમાં તેનું મોત થયું હતું.આજે તેનો મૃતદેહ આવતા સમગ્ર વાડી વિસ્તાર હિબકે ચડ્યો હતો.ભાવિકની અંતિમ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જેમ-જેમ DNA મેચ થતા જાય છે, તેમ તેમ મૃતકોના પાર્થિવ દેહ તેમના વતન પહોંચી રહ્યા છે અને વતનમાં મૃતદેહ પહોંચતાજ ગમગીની, શોક, રૂદન અને આક્રંદનો માહોલ છવાઈ જઈ રહ્યો છે. ત્યારે, રવિવારે વડોદરા શહેરના પાંચ મૃતકોના મૃતદેહ પોલીસ એસ્કોટિંગ સાથે તેમના નિવાસ્થાને લવાયા હતા. અમદાવાદમાં ગુરૂવારે સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ રહી છે.તેમ તેમ મૃતકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. રવિવારે શહેરના પાંચ વ્યક્તિઓના મૃતદેહ વડોદરા લવાયા હતા. જ્યારે સોમવારે માંજલપુર વિસ્તારમાં ગોકુળ આશિષ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય ભારતીબેન જશભાઈ પટેલનો મૃતદેહ પણ પોલીસ એસ્કોટિંગ સાથે લવાયો હતો.યુકે ખાતે તેઓ તેમના પુત્ર પાસે જઈ રહ્યા હતા.ત્યારે ગુરુવારે પ્લેન દુર્ઘટનામાં તેમનું પણ મૃત્યુ થયું હતું. આજે તેમનો મૃતદેહ તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યો હતો.જ્યાં પરિવારજનો સહિત સોસાયટીના લોકોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા. જ્યારે, વડોદરાના ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર આવેલ તિર્થક બંગલામાં રહેતા આનંદી બેન રાણાનો મૃતદેહ પણ પરિજનોને સોંપાયો હતો. અમદાવાદ પ્લેન કેશમાં આનંદી બેન રાણા અને તેમના સગા બેન ભાવના બહેનનું નીપજ્યું પણ મોત થયું હતું.આનંદી રાણા અને ભાવના રાણા બંને સગી બહેનોનાં અકાળે થયેલ અવસાનથી રાણા કુટુંબમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તીર્થક બંગલામાં રહેતા આનંદીબેન રાણાનો મૃતદેહ વડોદરા આવી પહોચતા અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.મૃતક આનંદી બહેનની સ્મશાન યાત્રામાં તેમના પરિજનો સાથે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો જોડાયા હતા.ભાવના બહેનનો દીકરો લંડન રહેતો હોય તેમને મળવા માટે બંને બહેનો જતા લંડન જતા હતા.આનંદીબહેન રાણાના પતિ હિંમતસિંહ નિવૃત જીવમ ગુજારી રહ્યાં છે.આનંદી બહેન રાણાનાં બે પુત્રો પૈકી નાનો પુત્ર તુષાર ચેન્નાઈ જ્યારે મોટો પુત્ર ભાવિન વડોદરા પોતાના માતા પિતા સાથે રહેતો હતો.બીજી તરફ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતક નીરજ લાવણ્યા અને અર્પણા લાવણ્યાના મૃતદેહ પણ વડોદરા લવાયા હતા.અમદાવાદ થી સીધા વડીવાડી સ્મશાનમાં મૃતદેહ લવાયા હતા.પોલીસ એસ્કોટિંગ સાથે બે એમ્બ્યુલન્સમાં મૃતદેહને લાવવામાં આવ્યા હતા અનેબપોલીસ બંદોબસ્ત સાથે બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

