Columns

વિદેશ યાત્રાની અડચણો માટે અષ્ટલક્ષ્મી શંખ અને એક મુખી રુદ્રાક્ષના પ્રયોગો

વિદેશ જવાની મનોકામનાથી દરેક વ્યક્તિ ઉત્સાહથી પાસપોર્ટથી માંડીને વિઝા પ્રાપ્ત કરવા સુધી હજારો રૂપિયા ખર્ચીને દોડાદોડ કરે છે. જેના નસીબ હોય છે તેનાં કામ થઇ જાય છે, જયારે જે બદનસીબ વ્યક્તિને વારંવાર નિરાશા હાથમાં આવે છે. મોઢા સુધી આવેલો કોળિયો પાછો જાય છે. માટે જાણકાર જયોતિષની સલાહ લઇને યંત્ર,મંત્ર, રત્ન, પૂજા વગેરે ઉપાયો અજમાવવાથી પાછો ગયેલો કોળિયો મોઢામાં આવી જાય છે! અહીં જાતે થઇ શકે તેવા બે પ્રયોગો બતાવ્યા છે, જેનો લાભ લઇને તમે નિર્વિઘ્ને સફળતાપૂર્વક વિદેશયાત્રા કરવાની મનોકામના પૂર્ણ કરી શકો છો.

દરેક વ્યક્તિની આકાંક્ષા હોય છે કે જીવનમાં એક ‘વિદેશયાત્રા’નો સુવર્ણ અવસર પ્રાપ્ત થઇ જાય. પરંતુ કેટલાક સૌભાગ્યશાળી મનુષ્ય જ વિદેશ જઇ શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં શૈક્ષણિક, આર્થિક તેમ જ વ્યાવસાયિક કારણોથી તથા યુવાનોમાં લગ્નનાં કારણોસર પણ વિદેશયાત્રા તરફ આકર્ષણ વધ્યું છે. જો કોઇ વ્યક્તિ વિદેશ જવા માટે પ્રબળ ઇચ્છા ધરાવતા હોય, પરંતુ વારંવાર તેમાં બાધા, અવરોધ, વિઘ્નો આવતાં હોય – તો આ અદ્દભુત પ્રયોગને વિધિપૂર્વક સંપન્ન કરીને પોતે જ તેનો પ્રત્યક્ષ ચમત્કાર જુવો.

સામગ્રી- પ્રાણ પ્રતિષ્ઠાયુકત ‘અષ્ટલક્ષ્મી શંખ’, અષ્ટગંધ (અસલી), ગંગાજળ, ફૂલ, અત્તર, ધૂપ- અગરબત્તી, દેશી ઘીનો દીવો, લાકડાનો બાજોઠ, સફેદ વસ્ત્ર, સવા કિલો ચોખા. ચોખા આખા લેવા. ચોખા તૂટેલા કે ખંડિત ના ચાલે.
ધારણીય વસ્ત્ર – પીળા રંગની ધોતી
માળા- મંત્રસિદ્ધ ચૈતન્ય લક્ષ્મી માળા
સમય-રાત્રિનો સમય
દિવસ- શુક્રવાર (સુદ પક્ષ)
આસન- પીળા રંગનું આસન
દિશા- પશ્ચિમ દિશા
જપ સંખ્યા- 51,000 (એકાવન હજાર) અવધિ- 51 દિવસ
મંત્ર – ૐ અનંગ વલ્લભાયે વિદેશ ગમનાય મમ કાર્ય સિદ્ધયર્થે નમ:
પ્રયોગ વિધિ – આ વિચિત્ર પ્રયોગ કોઇ પણ મહિનાના સુદ પક્ષ કે પ્રથમ શુક્રવારથી પ્રારંભ કરવામાં આવે છે. સાધનાકાળ દરમિયાન યોગ્ય આહાર-વિહાર તેમ જ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું આવશ્યક છે.

શુક્રવારે રાત્રિના સમયે સ્નાન-ધ્યાનથી પવિત્ર થઇને સ્વચ્છ પીળા રંગની ધોતી પહેરવી. ત્યાર બાદ કોઇ એકાંત સ્વચ્છ સ્થાનમાં પીળા રંગનું આસન પાથરીને પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને બેસી જવું અને પોતાની સામે લાકડાના બાજોઠ પર સફેદ વસ્ત્ર પાથરીને તેના પર સવા કિલો આખા ચોખા રાખીને તેના ઉપર પ્રાણપ્રતિષ્ઠાવાળો અષ્ટલક્ષ્મી શંખની સ્થાપના કરવી. પછી ગંધ (અત્તર), ફૂલ, ગંગાજળ, ધૂપ-અગરબત્તીથી શંખનું પૂજન કરવું અને શંખની ઉપર અષ્ટગંધથી સાથિયાનું ચિહ્ન બનાવવું. શંખ સમક્ષ શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવો અને મંત્રસિદ્ધ ચૈતન્ય ‘લક્ષ્મીમાળ’ વડે ઉપરોકત મંત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ આરંભ કરી દો. લગાતાર… સળંગ… 51 દિવસ સુધી દરરોજ 10 માળા મંત્રનો જાપ કરતા રહો. પ્રયોગ સમાપ્તિ બાદ (52મા દિવસે) સવારે બ્રાહ્મમુહૂર્તમાં સફેદ વસ્ત્રમાં ચોખા સહિત ‘અષ્ટલક્ષ્મી શંખ’ને વીંટીને પોટલી બનાવી દેવી. આ પોટલીને ઘરના કોઇ લોકર, તિજોરી અથવા ગુપ્ત સ્થાનમાં રાખી દો અથવા પૂજાસ્થાનમાં જ રહેવા દો. ત્યાર બાદ દરરોજ પૂજાસ્થાનમાં રાખેલી પોટલીને ઘર સામાન્ય પૂજન વગેરે તેમજ દર્શન કરતા રહો. આ રીતે આ વિચિત્ર પ્રયોગ વિધિપૂર્વક સમ્પન્ન થઇ જશે.

શીઘ્ર વિદેશગમન, સર્વ બાધાનાશક તેમજ વિદેશમાં રોજગારીપ્રાપ્તિ હેતુ સર્વાધિક શક્તિશાળી અમોઘ એકમુખ કવચ
શું તમે શીઘ્ર વિદેશ જઇને તમારો ભાગ્યોદય કરીને નોકરી અથવા રોજગારના માધ્યમથી પ્રચુર માત્રામાં ધન – દોલત કમાઈને અમીર બનવા માટે ઇચ્છુક છો? શું તમારે વિદેશ જવા માટે વારંવાર રુકાવટો અથવા અકારણ (કારણ વગર) વિલંબ થાય છે?
આવી સમસ્ત સમસ્યાઓનો એક માત્ર તુરંત ફળદાયી તેમજ સમાધાનના રૂપમાં તમે શીઘ્ર જ આ પ્રચંડ શક્તિશાળી પ્રયોગને સંપન્ન કરીને તમારો ભાગ્યોદય કરી શકો છો!

સામગ્રી-મંત્રસિદ્ધ પ્રાણપ્રતિષ્ઠાયુકત ‘સ્વર્ણ જડિત એકમુખી કવચ’. ચાંદીની પ્લેટ, જલપાત્ર, દેશી ઘીનો દીવો, ધૂપ, ગુલાબનું અત્તર, ગુલાબનાં ફૂલ, બાજોઠ, લાલ રંગનું વસ્ત્ર – કાપડ, સવા કિલો બાસમતી ચોખા, ચાંદીનો સિક્કો, શુદ્ધ માવાની મીઠાઈ વગેરે.
માળા-મંત્રસિદ્ધ ચૈતન્ય રુદ્રાક્ષ માળા
આસન-લાલ ઊનનું આસન ધારણીય વસ્ત્ર- લાલ રંગનું ધોતિયું કે અબોટિયું
દિશા – પૂર્વ દિશા
દિવસ – ગુરુ પુષ્ય યોગ, શ્રાવણ મહિનો, અધિક મહિનો, માસિક શિવરાત્રિ, મહાશિવરાત્રિ અથવા કોઇ પણ સુદ પક્ષની એકમથી પૂનમમાં
સમય –પ્રાત:કાળ બ્રાહ્મમુર્હૂત
જપ સંખ્યા 26,000 (છવ્વીસ હજાર)
અવધિ – 26 દિવસ
મંત્ર ૐ નમો અનંગ વલ્લભાયે વિદેશ ગમનાયે મમ કાર્ય સિદ્ધિ કુરુ-કુરુ ૐ
સ્વાહા
પ્રયોગવિધિ-કોઇ પણ ગુરુ પુષ્ય કે પુષ્ય યોગના અથવા કોઇ શુભ દિવસે અમૃત ચોઘડિયામાં તથા સવારના ચાર વાગ્યે ‘અમોઘ શક્તિશાળી પ્રયોગનો પ્રારંભ કરી શકાય છે.

સર્વપ્રથમ સ્નાન કરીને લાલ રંગનું અબોટિયું ધારણ કરવું અને લાલ ઊનના આસન પર પૂર્વાભિમુખ થઇને બેસી જવું ત્યાર બાદ તમારી સામે લાકડાના બાજોઠ પર લાલ રંગનું કપડું પાથરીને તેના ઉપર સવા કિલો બાસમતી ચોખાની ઢગલી બનાવી દેવી. તેના ઉપર ચાંદીની પ્લેટ પર સ્થાપિત કરીને પંચોપચાર પૂજન કરવું. ગુલાબનું અત્તર લગાડવું, ગુલાબનાં ફૂલ અને ચાંદીનો સિક્કો ચઢાવવો અને અંતમાં શુદ્ધ માવાની મીઠાઈનો ભોગ ધરાવવો. પછી મંત્રસિદ્ધિ ચૈતન્ય રુદ્રાક્ષ માળાથી ઉપરોકત મંત્રના જાપ પ્રારંભ કરીને 26 દિવસમાં 26,000 મંત્રજાપ પૂર્ણ કરી લેવા.

27મા દિવસે ફરીથી પુષ્ય નક્ષત્ર આવે ત્યારે પ્રાત: બ્રાહ્મમૂર્હુતમાં સ્નાનાદિથી પરવારીને એક માળા ફરીથી ઉપરોકત મંત્રના જાપ કરીને ‘એકમુખી કવચ’ને સોનાની ચેનના સહારે પોતાના ગળામાં ધારણ કરી લેવું અને શેષ પૂજન સામગ્રીને લાલ રંગના કપડામાં પોટલી બાંધીને કોઇ શિવ મંદિરમાં ભેટ ચઢાવી દેવી. આ ચમત્કારિક પ્રયોગ જીવનમાં એક વાર આવશ્યક રૂપે સંપન્ન કરીને ચમત્કારિક લાભ અવશ્ય જ ઉઠાવવો જોઈએ.

નેપાળનો અણીશુદ્ધ ગોળ દાણો સોનાના છત્રમાં મઢેલો તેમજ શિવ-મંત્રોથી સિદ્ધ રુદ્રાક્ષ જ ઉપયોગ કરવો. આજકાલ લોકો કાજુ આકારના કે અર્ધચંદ્ર જેવા સસ્તા એકમુખી રુદ્રાક્ષો પહેરીને ખુશ થાય છે. પરંતુ તે એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની મનોકામના પૂર્ણ થઇ ના કહેવાય. જે દાણાનું મહત્ત્વ છે તે જ મુજબ ધારણ કરવા જોઈએ. સામાન્ય અને સસ્તા તેમજ પ્રભાવહીન એક મુખી રુદ્રાક્ષને સોનામાં મઢીને પહેરવાનો શું મતલબ? તેથી જીવનમાં થોડુંક મોડું પણ સાચું, સારું,શુદ્ધ, ચૈતન્ય જ એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તેનું ફળ સો ટકા જોવા મળે છે.

Most Popular

To Top