વિદેશમાં રહેતી યુવતીને લગ્ન પછી સાસરિયાઓ દ્વારા દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ
ઓસ્ટ્રેલિયામાં વર્ક પરમિટ વીઝા પર રહેતી યુવતીને સોશિયલ મીડિયા પર યુવક સાથે પરિચય બાદ પરિણયના સૂત્રે બંધાયા બાદ પતિ અને સાસરિયાઓએ પોત પ્રકાશ્યું
પરિણીતા પાસેથી અવારનવાર વિવિધ ચીજવસ્તુઓ તથા રોકડની માંગણી કરવામાં આવતી તથા તેની સાથે નોકરથી પણ બદતર વર્તન કરાતું
(પ્રતિનિધિ) વડોદરા તા. 08
વડોદરા જિલ્લાના સોખડા ગામના અલકાપુરીની યુવતી સ્ટુડન્ટ વર્ક પરમિટ વીઝા પર ઓસ્ટ્રેલિયા ગઇ હતી તે દરમિયાન સોશિયલ મિડિયાના માધ્યમથી આણંદના યુવક સાથે પરિચય થયો હતો, પરિચય પ્રેમમાં પરિવર્તન થયો હતો અને ત્યારબાદ તેઓના રજીસ્ટર મેરેજ કર્યા હતા, થોડા સમય બાદ બંને પરિવારની ખુશીથી ધામધૂમથી લગ્ન થયા હતા ત્યારે સ્નેહાબેનના પરિવારે સોના ચાંદીના દાગીના,ગૃહસ્થીની ચીજવસ્તુઓ તથા સ્નેહા બેને પોતાની ઓસ્ટ્રેલિયાની કમાણીની રકમ પણ અવારનવાર આપી હોવા છતાં સાસરિયાઓએ પોતાનું પોત પ્રકાશ્યું હતું અને વારંવાર નાણાંની માંગણી ચીજવસ્તુઓની માંગણી કરી પરિણીતાને પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું આખરે પરિણીતાએ વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સોખડા ગામના અલકાપુરી ખાતે રહેતા સ્નેહાબેન પ્રવિણભાઇ પટેલ જુલાઇ 2016 થી 2023દરમિયાન સ્ટુડન્ટ વિઝા વર્ક પરમીટ પર ઓસ્ટ્રેલિયા હતી તે દરમિયાન વર્ષ -2022માસોશિયલ મિડિયાના માધ્યમથી મૂળ આણંદના કૃણાલ યોગેશભાઇ પટેલ ના પરિચયમાં આવ્યા હતા તે દરમિયાન સ્નેહાબેનની ઓસ્ટ્રેલિયામાં કાયમી થવાની પ્રોસેસ ચાલતી હતી બાદમાં તા.15-05-2022મા સ્નેહા અને કૃણાલે રજીસ્ટર મેરેજ કરી લીધા હતા તે સમયે કૃણાલને સ્નેહાએ સોનાની વીંટી આપી હતી ત્યારબાદ તા.19-01-2023મા બંનેના પરિવારોની ઉપસ્થિતિમાં ધામધૂમથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું જેથી કૃણાલે જણાવ્યું હતું કે કેનેડા જવાનું સ્ટ્રગલ વેસ્ટ નહિ કરે માટે સ્નેહાએ લગ્ન પછી કેનેડા આવવું જેથી સ્નેહાએ ઓસ્ટ્રેલિયા ની પ્રોસેસ ફાઇલ બંધ કરી પતિને કેનેડા જવાનું હોવાથી બંનેના જોઇન્ટ એકાઉન્ટ ખોલાવવા સ્નેહા પાસેથી રૂપિયા 49,871લીધા હતા અને બનેની રૂપિયા 25000ની એફડી તથા બાકીના રૂ.24,871જોઇન્ટ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા ત્યારબાદ પતિએ લગ્ન પહેલા જ પોત પ્રકાશવા નું શરુ કરી પૈસાની માગણી શરુ કરી હતી જેથી સ્નેહા બેને ઓસ્ટ્રેલિયન ડોલર આપ્યા હતા ત્યારબાદ સાસરિયાની જે ફરમાઇશ હોય તે મોકલવા દબાણ કર્યું હતું ત્યારબાદ પણ ઓસ્ટ્રેલિયન ડોલર થકી અવારનવાર મોટી રકમો લેવામાં આવી અને પતિના કેનેડા જવાની એર ટિકિટ, ફરવા માટે ઓસ્ટ્રેલિયન કાર્ડનો કૃણાલે ઉપયોગ કર્યો સાથે જ જ્યારે પતિ કેનેડાથી ભારત આવવાનો હતો ત્યારે ફ્લાઇટના ટેક્નિકલ ઇશ્યુ જણાવી મનદુઃખ રાખ્યું હતું ત્યારબાદ તા.19-01-2023ના રોજ શહેરના સમા ખાતે શિવમ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન દરમિયાન પતિને સોનાનો અછોડો રોકડા રૂપિયા 1,11,000ચાદીની ગાય રૂ.25,000, સોનાનું પેન્ડલ, વીંટી, લક્કી, ગણેશજીની ચાદીની મૂર્તિ તથા નણંદને કપડાં માટે રૂ 15000રોકડ આપ્યા હતા સાથે પિયરપક્ષે પણ સોનાની વીંટી, બુટ્ટી,ચેઇન વિગેરે આપવામાં આવ્યું હતું લગ્ન સમયે લેણદેણ બાબતે સાસરિયાઓ એ બોલાચાલી કરી હતી અને લગ્ન બાદ નવોઢા સાસરીમાં ગઈ ત્યારે તેની સાથે યોગ્ય વર્તન ન કરાયું ત્યારબાદ પતિ દ્વારા પૈસાની માગણી કરવામાં આવી તે સમયે પણ તેને ઓસ્ટ્રેલિયન ડોલર આપવામાં આવ્યા ત્યારબાદ પતિ કેનેડા અને પત્ની ઓસ્ટ્રેલિયા ગયા બાદ પણ સાસરિયાં અને પતિની માંગણીઓ ચાલુ રહી હતી ત્યારબાદ સ્નેહા પતિ પાસે કેનેડા ગયા ત્યારે પણ પૈસાની માગણી ચાલુ રાખી માનસિક રીતે ત્રાસ આપતા અને તમામ સ્ત્રી ધન લઈને પરેશાન કરતા આખરે સ્નેહા પરત આવીને છેલ્લા પાંચ માસથી પોતાના માસીના ઘરે રહે છે અને તેણીએ સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.