પાસપોર્ટ હાથમાં આપતા વર્કિંગના બદેલ ટુરિસ્ટ વિઝાના સિક્કા માર્યાં
વારંવાર રૂપિયાની માગણી કરવા છતાં એજન્ટે ખોટા વાયદા આપતા પોલીસ ફરિયાદ
પ્રતિનિધિ વડોદરા તા.30
વાસણા રોડ પર રહેતા અને મોબાઇલ એસેસરીઝનો ધંધો કરતા વેપારીને રેસકોર્ષ ખાતે ઓફિસ ધરાવતા એજન્ટે તુર્કિના વર્કિંગના બહાને ટુરિસ્ટ વિઝા બનાવી આપી રૂ. 7 લાખ પડાવી લીધા હતા. જેથી વેપારી વારંવાર રૂપિયાની માગણી કરવા છતાં ઠગ એજન્ટ વાયદા બતાવ્યા કરતો હતો. જેથી કંટાળીને વેપારીએ એજન્ટ વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.
શહેરના વાસણા રોડ પર આવેલી શીવાશ્રય સોસાયટીમાં રહેતા મહેશભાઇ બુધાભાઇ માછીની મહર્શુ એન્ટરપ્રાઇઝ નામથી નિલામ્બર સર્કલ પાસે અક્ષર પેવેલિયન એપાર્ટમેન્ટમાં મોબાઇલ એસેસરીઝની દુકાન છે. વર્ષ 2013માં તેઓ સ્ટુડન્ટ વિઝા પર સિંગાપુર ગયો હતો. ત્યાં અભ્યાસ સાથે કામ પણ કરતો હતો. ત્યારે ત્યાં નિરજ પટેલે તેને તેમની હોસ્ટેલમાં ભાડેથી રાખ્યો હતો. તેઓની સાથે મુલાકાત થતા ઓળખાણ થઇ હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હુ લોકોને વિઝા કઢાવી આપી વિદેશ મોકલવાનું કામ પણ કરુ છે અને ઘણાને વિદેશ મોકલ્યા છે. ત્યારબાદ વેપારી પરત આવી ગયા બાદ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદમાં પત્ની હર્ષિતા સાથે કેનેડા કે બીજા દેશમાં જઇને કમાવાનું વિચાર્યુ હતુ. જેથી તેઓએ વર્ષ 2020માં રેસકોર્ષ ખાતે સીડકપ ટાવરમાં ઓફિસ ધરાવતા સ્ટારરીચ ઇન્ટરનેશલ પ્રા.લિ..ના નિરજ પરમાનંદ પટેલને મળીને વિદેશી જવાની વાત કરી હતી. ત્યારે તેઓએ તુર્કીમાં સારા એવા મારા કોન્ટેક્ટ છે. ત્યાં વર્કિંગ વિઝા સાથે રહેવા જમવાની વ્યવસ્થા કરી આપીશ તથા તમે મહિને દોઢ લાખ કમાશો. તુર્કી જવાનો ખર્ચો 7 લાખ થશે જેમાં ટિકિટ, વિઝા અને રહેવાના ભાડાના થશે. જેથી વેપારી તેને તથા તેની પત્ની હર્ષીતાને ઓરિજિનલ પાસપોર્ટ તથા રૂપિયા એક લાખ રોકડા વર્ષ 2020માં આપ્યા હતા. બાદમાં એનઇએફટી દ્વારા ઓનલાઇન 6 લાખ આમ રૂ. 7 લાખ ચૂકવ્યાં હતા. ત્યારબાદ તેઓએ તેમની ઓફિસમાં બોલાવી તમારે તુર્કીના ઇસ્તાનબુલ સિટીમાં જવાનું છે તેમ કહીને તમારી એર ટિકિટ, પાસપોર્ટ આપ્યા હતા. તેઓએ પાસપોર્ટ પર ચેક કરતા તુર્કિના વર્કિંગ વિઝાના બદલે ટુરિસ્ટ વિઝાનો સિક્કો નીકળ્યો હતો. જેથીતેઓ વર્કિંગ વિઝાના બદલે ટુરિસ્ટ વિઝા આપવાનું કહીને વેપારી સાથે છેતરપિંડી કરી હતી. જેથી વેપારી એજન્ટ પાસે ચૂકવેલા રૂપિયા પરત આપી દેવા વારંવાર માગણી કરી હતી. પરંતુ બે ત્રણ મહિનામાં પરત આપી દઇશ તેવા ખોટા વાયદા કર્યા કરતો હતો. જેથી વેપારીએ એજન્ટ સામે છેતરપિંડી આચરી હોવાની અકોટા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.