વન વિભાગે મહાકાય અજગરને જંગલમાં છોડી મુક્યો
કપડવંજ: વાત્રકકાંઠાના ચરેડ ગામથી મહાકાય ૧૦ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરીને પકડવામાં આવ્યો હતો. રવદાવતના કિરીટભાઈ છત્રસિંહ રાઠોડ ઉર્ફે કાભઈ તરીકે ઓળખાય છે.જેઓ મગર,સાપ,અજગર ઝેરી,જંતુઓ પકડવામાં માહિર છે.કિરીટભાઈ ખેડા જિલ્લા,સાબરકાંઠા જિલ્લા, ગાંધીનગર જિલ્લા સહિત આજુબાજુના ગામડાઓમાં ઝેરી સાપ પકડીને ગાઢ જંગલોમાં છોડી મૂકે છે.જ્યારે અજગર જેવી મહાકાય સર્પને નજીકના ફોરેસ્ટમાં જાણ કરીને વન વિભાગના સ્ટાફને સોંપી દે છે રેસ્ક્યુ કરેલા મહાકાય અજગરને કઠલાલ વન વિભાગને ફોન કરી જાણ કરતા અજગરને પકડીને ગાઢ જંગલોમાં છોડી મૂકવામાં આવ્યો હતો. તેમ કાંઠા વિસ્તારના અગ્રણી ફતેસિંહ ઝાલાએ જણાવ્યું હતું. કિરીટભાઈ રાઠોડ આ પ્રકારની સેવા આવીરતપણે કરે છે.