વાઘોડીયા :
ખંઘા રોડપર આર આર કેબલ માં નોકરી કરતા મહેશભાઈ રામનાથભાઈ જયસ્વાલ તથા તેમનો મિત્ર વિકાસ રવજીભાઈ ગોહિલ બંને જણા પોતાની મોટરસાયકલ લઈને વડોદરા કામકાજ અર્થે ગયા હતા. જ્યાં પોતાનું કામ પતાવીને પરત વાઘોડિયા આવી રહ્યા હતા. ત્યારે બાઈક ચાલક મહેશભાઈ રામનાથભાઈ જયસ્વાલે પોતાની મોટરસાયકલ ગફલતભરી રીતે પુરપાટ હંકારતા વાઘોડિયા જીઆઇડીસી પાસે મુંજાલ ઓટો નજીક એક અજાણ્યો પુરુષ ઉં.50 વર્ષના આધેડ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે મહેશભાઈએ તેમને અડફેટે લેતા બંને જણા મોટરસાયકલ ઉપરથી પડી ગયા હતા. જેમાં અજાણ્યા પુરુષને માથા તેમાં શરીરના અન્ય ભાગોએ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. અકસ્માતે મોટરસાયકલ ચાલક મહેશભાઈ રામનાથ જયસ્વાલ તથા વિકાસભાઈને પણ નાની-મોટી ઈજાઓ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર લીધી હતી .આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.