પોલીસ જવાન પાસેથી ચોરીના ઘરેણા મળ્યા
પોલીસ કોન્સ્ટેબલ વિરુઘ્ઘ પુરાવા મળતા અટકાયત
વડોદરા:;
વાઘોડિયા દ્વારકાધીશ મંદિર પાસે બંધ મકાનના તાળા તોડી બે મહિના અગાઊ તસ્કરોએ આશરે 345 ગ્રામ સોના ચાંદીના દાગીના જેની કિમત 27, 56, 000 તથા 27 હજાર રોકડની ચોરી કરતા ચકચાર મચી હતી. ચોરીની ઘટના બાદ ચોરીનો મુદ્દામાલ જરોદ પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી મળી આવતા વાઘોડિયા પોલીસે જરોદ કોન્સ્ટેબલ વિરુઘ્ઘ પુરાવા એકઠા કરી ગત્ મોડી રાતે અટકાયત કરી હતી.
વાઘોડિયામા નિવૃત વન વિભાગના ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ કાશીવાલાના બંઘ મકાનના દરવાજાનુ તાળું તોડી તસ્કરોએ આશરે 27. 56 લાખના સોનાના ચાંદિના દાગીનાની ચોરી કરવાના ચકચાર બનાવમા વાઘોડિયા પોલીસ મથકે ફરીયાદ નોંઘાઈ હતી.આ ચોરીનો ભેદ ઊકેલવા Dysp વડોદરા ગ્રામ્ય, વડોદરા LCB તેમજ ડૉગસ્કોર્ડ અને ફોરેન્સ વિભાગની ટીમો સહિત વાઘોડિયા પોલીસ જવાનોએ તસ્કરોને ઝડપી પાડવા જાહેર માર્ગ પર લગાવેલા cctv તપાસ્યા હતા. ચોરીની ઘટનાની રાતે એક શંકાસ્પદ શિફ્ટ કાર cctv મા જોવા મળતા ચોરીના આખેઆખા ગુનાનો ભેદ ઊકેલી પોલીસ આરોપી સુઘી પહોંચી હતી.આ ગુનામા ચાર આરોપીની ઘરપકડ કરવામા આવી હતી.આ ચોરીના ગુનામા સંડોવાયેલા રાકેશ ચૌહાણ વાઘોડિયાએ ચોરીનો પ્લાન બનાવી પાલેજ ભરુચના ફિરોઝ ઊર્ફે સલીમ કાજીના સંપર્કમા આવતા કરજણના હાજી મહંમદ ઘાંચીના સંપર્ક કરાવતા આરોપી મોહમ્મદે ચોરીને અંજામ આપવા રાજસ્થાનમા છ જેટલા ચોરી, લુટ અને ઘાડના ગુનાના રીઢા ગુનેગાર રામજી ઊર્ફે રાજુ ઉર્ફે રામલાલ જલામા મિના રહે.ઊદયપુરને બોલાવી ચોરી કરાવી હતી. જે બાદ ચોરીના દાગીનાનો મુદ્દામાલ જરોદ પોલીસના કોન્સ્ટેબલ ચિરાગભાઈ મુકેશભાઈ જીજુંવાડિયાને આરોપીઓએ આપ્યા હોવાનો ઘટસ્ફોટ આરોપીની અટકાયત બાદ પોલીસ સમક્ષ કરતા વાઘોડિયા પોલીસે ચોરીનો મુદ્દામાલ જરોદ કોન્સ્ટેબલના ઘરમાંથી રિકવર કરતા ગુનાના કામે પોલીસ કોન્સ્ટેબલે ચોરીનો મુદ્દામાલ રાખી આરોપીઓને યેનકેન પ્રકારે મદદ કરી હોય વાઘોડિયા પોલીસે જરોદ કોન્સ્ટેબલ ચિરાગ જીંજુવાડિયાને આરોપી બનાવવા તેની સામે તપાસ દરમ્યાન પુરાવા મળી આવતા વાઘોડિયા પોલીસ આરોપી કોન્સ્ટેબલની ગત મોડી રાત્રે ધરપકડ કરી હતી. આજે સમી સાંજે આરોપી કોન્સ્ટેબલને વાઘોડિયા કોર્ટમા પોલીસે રજૂ કરતા એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. આ ગુનામા જરોદ પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી હોવાનુ બહાર આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.