વાઘોડિયાના વ્યારા દેવકાંઠા વિસ્તારમાં ફરી એકવાર લાંબા સમય પછી દીપડાએ પશુધનનુ મારન કર્યું હતું આકડિયાપુરા ગામના રહેવાસી રતીલાલ ચૌહાણ ના વ્યારા ગામની સીમમાં આવેલ ખેતરમાં પતરાના સેડ નીચે બાધેલ પાડો આશરે દોઢ વર્ષનો બાંધ્યો હતો, ત્યારે રાત્રિ દરમિયાન દીપડો ખેતરમા આવી પાડાનુ મારન કર્યું હતું રાત્રે કે દિવસ દરમ્યાન દીપડો લટાર મારતો હોવાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે ત્યારે એકલદોકલ પશુધન ચરાવવા માટે જતા પશુ માલિકો અને મહિલાઓમાં ભય જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં અગાઉ પણ દીપડાએ પશુધનનુ મારણ કર્યું હતું આસપાસના દેવકાંઠા વિસ્તારના ગ્રામજનોએ અનેકવાર વનવિભાગને દીપડો પાંજરે પુરવા રજૂઆત કરવા છતાં આજદિન સુધી દીપડો પાંજરે પુરાયો નથી. દિપડા નો આતંક યથાવત રહેતા પશુપાલકોને આર્થિક ફટકો ભોગવવાનો વખત આવ્યો છે.જોકે દીપડાએ કરેલા મારન અંગે ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી. વનવિભાગ સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી
વાઘોડિયાના વ્યારા ગામે દીપડાએ પાડાનુ મારણ કર્યું.
By
Posted on