ગળાના ભાગે તિક્ષ્ણ હથીયારનો ઘા મારી કરપીણ હત્યા
- મહિલા ખેતર પશુ ચરાવવા ગયા બાદ થઈ હતી ગુમ
- વાઘોડિયા પોલીસે તપાસ હાથ ધરી
- વાઘોડિયા: વાઘોડિયાના વેસણીયા ગામની સીમમા 45 વર્ષીય મહિલા રમીલાબેન બળવંતભાઈ પરમાર રહે. વેસણીયાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી મારી મોતને ઘાટ ઊતારી હત્યારો મૃતદેહને ખેતરમાં જ મકાઈના પુળાન ઢગ નીચે સંતાડી ફરાર થયો હતો.

- સિમમા આવેલ ખેતરમા પશુ ચરાવવા ગઈ કાલે નીકળેલી મહિલા સાંજ સુઘી પરત ના ફરતા પરીવારે શોધખોળ આરંભી હતી. સગા સંબઘીઓને મહિલા ગુમ થયા અંગે જાણ કરતા સંબંધીઓ પણ મહિલાને શોધવા ગામની સીમના ખૂણેખુણા શોઘી વળ્યાં હતા. જોકે આજે સવારે 10:00 વાગે મહિલાના જ ખેતરમાં મહિલાનો ગળાના ભાગે તિક્ષ્ણ હથીયાર ના ઘા ઝીંકી હત્યા કરેલો મૃતદેહ પરીજનોને મળતા પરીવારે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. જે જગ્યાથી મહિલાનો મૃતદેહ મળ્યો છે ત્યાંથી લોહીનું ખાબોચીયુ કે કોઈપણ જાતનું હથિયાર મળી આવ્યું નથી
- પોલીસને શંકા છે કે હત્યા કોઈ બીજી જગ્યાએ કરી હત્યારાએ મૃતદેહને ખેતરમાં પુડાનીચે સંતાડી દિઘો હોવાની શંકાએ ઘટના સ્થળની આસપાસના વિસ્તારોની ઝીણવટ ભરી તપાસ હાથ ઘરી છે. પરીવારને હાલ કોઈની પર શંકા નથી, ત્યારે ત્રણ સંતાનની મહિલાની હત્યા શા માટે કરવામા આવી તે રહસ્ય અકબંઘ રહ્યુ છે, હાલ પોલીસે તપાસ નો ધમઘમાટ શરૂ કર્યો છે મહિલાની હત્યા ઘટનાના કેટલા કલાક પહેલા થઈ છે તેનો પણ ખુલાસો થવો જરુરી છે જે જગ્યાએ મૃતદેહ મળ્યો તે જ જગ્યા પર ગત રોજ મહિલાની પરીવારે શોઘખોડ કરી હોવાનો દાવો કર્યો છે તો ચોક્કસ કહી શકાય કે હત્યા વહેલી સવારે કે મોડિરાતે થઈ હોવાનું તારણ બાંધવામાં આવ્યું છે.