- અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચ્યું
- બેઠક ઉપર કોંગ્રેસને ટેકો આપે તેવી શક્યતા
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જો કે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. . અને કોંગ્રેસને ટેકો આપશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ગાજે છે એટલા વરસતા નથી. માત્ર મોટી મોટી વાતો કરી જંગી મતોથી જીતવાની આશા સાથે તેઓએ પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. પોતાના સમર્થકો સાથે તેઓ વાજતે ગાજતે ફોર્મ ભરવા ગયા હતા અને જંગી મતોથી જીતવા માટેની હાકલ કરી હતી જો કે તેઓ પુનઃ પાણીમાં બેસી ગયા છે. અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. વાઘોડિયા ખાતે મામલતદાર ઓફિસ ખાતે જઈને તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. અંતરંગ વર્તુળો તરફથી મળતી માહિતી અનુસાર તેઓ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા બેઠક કરવામાં આવી હતી અને તેમાં તેઓને કોંગ્રેસને ટેકો આપવા માટે રાજી કરવામાં આવ્યા હતા જેથી તેઓએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે મધુ શ્રીવાસ્તવ માટે પુનઃ એક વખત ગાજ્યા મેઘ વરસ્યા નહિ ઉકિત સાર્થક થઇ છે.
મધુ શ્રીવાસ્તવ માટે અભી બોલા અભી ફોક
મધુ શ્રીવાસ્તવ પોતાની જ જુબાન ઉપર કાયમ નથી રહેતા થોડા દિવસો અગાઉ તેઓએ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું વાઘોડિયા બેઠક ઉપર ભાજપાના ઉમેદવારનો વિરોધ કરું છું અને લોકસભા બેઠક માટે ભાજપાના ઉમેદવારને સપોર્ટ કરીશ. મારી જનતાને તેઓને વોટ આપવા જણાવીશ. પરંતુ આજે દોર પરત ખેંચતી વખતે તેઓએ પોતાનું સ્ટેટમેન્ટ બદલી નાખ્યું હતું અને કહ્યું હતું કે ઉપર અને નીચે એટલે કે વાઘોડિયા અને લોકસભા બેઠક ઉપર બંનેમાં હું કોંગ્રેસને સપોર્ટ કરીશ