Waghodia

વાઘોડિયાના દત્તપુરામા બિન ખેતીની જમીન પચાવી પાડનાર બે ભાઈઓ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો

વાઘોડિયા:
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કમલાપુરા ગામમાં રહેતા જોધા વિહાભાઈ ભરવાડ અને ધના ઉર્ફે દાના વિહાભાઈ ભરવાડ સામે તાલુકાના દતપુરા ગામે બિનખેતીની જમીન પચાવી પાડવા મુદ્દેની ફરિયાદ નોંધાઈ હતી.

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં મંગલપાર્ક સોસાયટીમાં રહેતા મૌલિક સુભાષભાઇ પટેલે દત્તપુરા ગામની સીમમાં ૮૯૭ ચો.મી. તેમજ ૧૩૫૦ ચો.મી. બિનખેતી ખુલ્લી જમીન તેના મૂળ માલિકો જેઓ મુંબઇ અને વડોદરામાં રહેતા હોવાથી તેઓની પાસેથી ખરીદી ઓગસ્ટ-૨૦૨૩માં વાઘોડિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બંને જમીનોનો દસ્તાવેજ કર્યા બાદ રેવન્યૂ રેકર્ડમાં નામ ચડાવ્યું હતું.જોકે મુડ માલીકો જમીનપર રેતી કપચીનો વેપાર કરતા હોવાથી જમીનમાં એક ઓરડી બનાવી હતી જે ઓરડીની આગળ બંને ભાઈઓએ પોતાનો પાનનો ગલ્લો મૂકી દીધો હતો અને ગેરકાયદેસર કબ્જો કરી પૈસા પડાવવા માટે જગ્યા ખાલી કરતા ન હતા. જ્યારે ફરીયાદિ જમીન પર ગયા ત્યારે તેમણે જતા રોક્યા હતા અને જમીન અમારા કબજામાં છે અમો ખાલી કરવાના નથી તેવી ધમકી આપી હતી.જેથી તેઓ પાસે જમીનના પુરાવા માંગતા તેઓ પાસે પુરાવા ન હતા. આથી આ બંન્ને ઈસમો વિરુઘ્ઘ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી. જેની તપાસ હાથ ધર્યા બાદ બંને ભાઈઓને૧૫ દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ આપી હતી તેમ છતાં બંનેએ કબજો છોડયો ન હતો. આખરે આ બંને ઈસમો સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે બંન્નેની ધરપકડ કરવાની દિશામા તપાસ હાથ ધરી છે.:

Most Popular

To Top