SURAT

વરિયાવમાંથી એક-એક લાખની કિંમતના બે પોપટ ચોરાઇ ગયા

સુરત : વરીયાવ (Variyav) ખાતે ખેડૂતે પોતાની વાડીમાં રાખેલા મકાઉના પોપટની (Macaw Parrot) જોડીની અજાણ્યા દ્વારા પાંજરાના કાપી ચોરી કરવામાં આવી હતી. ખેડૂત દ્વારા જહાંગીરપુરા પોલીસ (Police) સ્ટેશનમાં બે લાખના પોપટની ચોરીની ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે પોપટ ચોરની શોધખોળ હાથ ધરી છે.રાંદેર ગામમાં અંબાજી ચોક ખાતે રહેતા 43 વર્ષીય વિશાલભાઈ જીતેન્દ્રભાઈ પટેલ ખેડૂત છે. વરીયાવ ગામ જતા રોડ પર તેમની વાડી આવેલી છે. તેમણે વાડીમાં પક્ષી ઘર બનાવ્યું છે. વાડીની દેખરેખ માટે મહેશ પરમાર નામના વ્યક્તિને કામે રાખ્યો હતો. તે નોકરી છોડી જતા વિશાલભાઈ પોતે દેખરેખ કરતા હતા. વાડીમાં તેમણે સીસીટીવી પણ લગાવ્યા નથી.

પોપટની જોડીની અજાણ્યા દ્વારા પાંજરાના કાપી ચોરી કરવામાં આવી
તેમને વર્ષ 2014 માં સ્કારલેટ મકાઉ પોપટની એક જોડી લીધી હતી. એક નર અને માદા પોપટની જોડી કલકત્તાથી સૌમ્ય જ્યોતીદાસ પાસેથી ખરીદી કરી હતી. અને આ જોડીને વાડીમાં રાખી હતી. આ સિવાય આઠ પાલતુ કુતરા વાડીમાં રાખેલા છે. આ પોપટની લંબાઈ આશરે ચારેક ફુટ છે. ગત 27 તારીખે વિશાલભાઈ તેમની વાડીએ આવ્યા ત્યારે લોખંડના પાંજરામાં મુકેલા 2 લાખની કિંતના બંને પોપટ ગાયબ હતા. અને પાંજરાને કોઈએ કાપી નાખ્યું હતું. જહાંગીરપુરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

અડાજણમાં મનપાના માર્સલના ઘરમાંથી તસ્કરો 96 હજારની ચોરી ગયા
સુરત : અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે સાગર રો હાઉસમાં રહેતા 31 વર્ષીય મયુરભાઇ રતીલાલભાઇ સુરતી સુરત મહાનગર પાલિકામાં માર્સલ તરીકે નોકરી કરે છે. ગત 12 તારીખે રાત્રે તેમના માતા પિતા ઘરે નીચેના બેડરૂમમાં સુઈ ગયા હતા. અને મયુરભાઈ નોકરીએ ગયા હતા. ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. સવારે તેમના માતા પિતાની આંખ ખુલી ત્યારે આશરે સાતેક વાગે ઘરનો મુખ્ય દરવાજાની લોખંડની જાળીનો નકુચો તુટેલો હતો. તપાસ કરતા જાળીનો નકુચો કાપી જાળી ખોલી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. અને રૂમના કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ મળીને કુલ 96 હજારની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા.

Most Popular

To Top