ઇન્ડીયન મેડીકલ એશોસીએશન(I.M.A.), વડોદરા દ્વારા નેશનલ ડોકટર્સ ડે (૧-૭-૨૦૨૪)અને ગુરૂપુર્ણિમા (૨૧-૭-૨૦૨૪) બન્ને પ્રસંગોની સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વડોદરા શહેરમાં મહત્તમ યોગદાન આપનાર સીનીયર ડૉકટરો ડૉ.શીતલભાઈ મિસ્ત્રી (એમ.એસ.સર્જન) અને ડૉ.સી.એન.શાહ (ચેસ્ટ ફિજીસીયન)નુ મોમેન્ટો આપી તથા સાલ ઓઢાડી સન્માન તા.૭-૭-૨૦૨૪ના રોજ IMA Hall, સલાટવાડા ખાતે રાખવામાં આવેલું હતું.
ડૉ.શીતલભાઈ મિસ્ત્રી જેઓની ઉમર ૫૬ વર્ષની છે કે જે સરદાર વલ્લભભાઇ પટેલ શાળામા ગુજરાતી માધ્યમથી શિક્ષણ મેળવી ડોકટર બન્યા અને ૧૯૯૪મા એમ.એસ.સર્જનની પદવી મેળવી.તેઓએ મેયો હોસ્પીટલમાં એક્સીડન્ટ ડિપાર્ટમેંટના હેડ તરીકે ફરજો બજાવી ,રાવપુરા ટાવર ચાર રસ્તા ખાતે મારૂતિ સર્જિકલ હોસ્પિટલ બનાવી પ્રાઇવેટ પ્રેક્ટીશ પણ શૂરૂ કરી. તેઓ ગોત્રી હોસ્પીટલમા સર્જરી વિભાગમાં પ્રધ્યાપક તરીકે સેવાઓ આપી. ડૉ.શીતલભાઇ મિસ્ત્રી દ્વારા અત્યાર સુધીમા ૨૦,૦૦૦ જેટલા સફળ ઓપરેશનો કરવામા આવેલ છે સાથે ૨૦૦૦ કરતા વધુ તબીબી વિદ્યાર્થીઓને વિષયનુ જ્ઞાન આપી તૈયાર કર્યા.૨૦૧૯મા જ્યારે વૈશ્વિક મહામારી કોરોના (કોવિડ-૧૯) આવી ત્યારે તેઓએ ગોત્રી હોસ્પીટલમા કોવિડ નોડલ ઓફિસર તથા એડવાઇઝર તરીકે સતત ૩ વર્ષ સુધી સેવાઓ આપી.આ દરમિયાન તેમના માર્ગદર્શન હેથળ ગોત્રી અને એસ.એસ.જી. હોસ્પિટલમા ૪૫૦૦૦ કરતા વધુ ઇનડોરદર્દિઓની સારવારમા સેવા આપી તથા ૩ લાખથી વધુ આઉટડોર દર્દિઓની સેવમા યોગદાન આપ્યુ.વડોદરા શહેરમાં કોવિડ મહામારી દરમ્યાન પથારી, ICU, વેન્ટીલેટર, ઓક્સિજન, એમ્બ્યુલંસ, દવાઓ,પી.પી. કિટ, ઓક્સિજન મેનેજમેંટ વિગેરે વ્યવસ્થાપણનુ સુચારૂ સંચાલન કરી માનવ સેવાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ.ડૉ.શીતલભાઇ મિસ્ત્રી ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી ધી.એમ.એસ.યુનિવર્સિટિ ઓફ બરોડામા સરકાર નિયુક્ત સેનેટ સભ્ય તરીકે સેવાઓ આપી. તથા સને ૨૦૧૮ થી ૨૦૨૧ સુધી ધી.એમ.એસ.યુનિવર્સિટિ ઓફ બરોડાના સિંડિકેટ સભ્ય તરીકે પણ સેવાઓ આપી છે. તેઓ ૨૦૧૨ થી અત્યાર સુધી E.S.I.CORPORATIONના રીજનલ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
ડૉ.શીતલભાઇ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીમા ૨૦થી વધુ વર્ષોથી સક્રિય કાર્યકર છે. તેઓએ ડોકટર સેલના સહ કન્વિનીયર તરીકે તથા મધ્ય ગુજરાત બૌધિક સેલના કન્વિનિયર તરીકે વર્ષો સુધી સેવા આપી ભાજપના સંગથનમા બૈધિક લોકોને જોડી સંગઠન વધુ મજબુત થાય તે માટે ના પ્રયત્નો કર્યા છે. તેમની આગવી પ્રતિભાના કરણે ભાજપે ૨૦૨૧મા વોર્ડ નં-૬ માથી કાઉન્સિલર તરીકે ટિકિટ આપી સ્થાયી સમિતિના સભ્ય બનાવ્યા જેમા તેઓની ઉત્તમ સેવાના ભાગરૂપે સપટેમ્બર- ૨૩ મા સ્થાયી સમિતિના અધ્યક્ષ પદે બેસાડવામા આવ્યા ત્યારથી આજદિન સુધી સેવા આપી વડોદરાના વિકાસમા પોતાનુ ઉત્તમ યોગદાન આપી રહ્યા છે.