Vadodara

વડોદરા : NH 48 પર લૂંટ કરનાર ગેંગના 2 સાગરીત 44 વર્ષે ઝડપાયાં, 3 આરોપી મૃત્યુ પામ્યાં

અગાઉ પોલીસ દ્વારા 9 આરોપીની ધરપકડ કરાઇ હતી,  વર્ષ 1981માં આલમગીર પાસેની હોટલ,પેટ્રોલપંપ તથા ગુજરાત ઓટો સર્વિસમાં લુંટ ચલાવી હતી

પ્રતિનિધિ વડોદરા તા.6

નેશનલ હાઇવે 48 પર આલમગીર પાસેના પટ્રોલપંપ, ગુજરાત ઓટો સર્વિસ તથા હોટલમાં મહારાષ્ટ્રની ગેંગ દ્વારા વર્ષ 1981માં લુંટ કરવામાં આવી હતી. ત્યારે જે તે સમયે 9 આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે અન્ય 6 આરોપી નાસતા ફરતા હોય મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે હોવાની બાતમી મળતા વરણામા પોલીસે બે દિવસ સુધી વેશ પલ્ટો કરીને કોટલી ખુર્દ ગામે રહીને બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રણ આરોપી મરણ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વરણામા પોલીસે આરોપીઓને વડોદરા લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.  નેશલન હાઇવે 8 પર આલમગીર ગામ પાસે ગુજરાત ઓટો સર્વિસ સેન્ટરના કેબિન પર તથા તેની બાજુમાં આવેલી પાંડે હોટલ પર વર્ષ 1981માં આરોપીઓએ પથ્થર મારો કર્યો હતો. ત્યારબાદ આ ગેગના સાગરીતો પેટ્રોલપં તથા હોટલના કેબિના ઘુસી ગયા હતા અને રોકડા રૂપિયા 13 હજારની રોકડ રકમની લુંટ ચલાવી હતી. ઉપરાંત કેબિનના કાચ કોચી નાખી મારકંડે રઘુનાથ પાંડને દંડાથી માર માર્યા બાદ ટોળકી ભાગી ગઇ હતી. જેના પગલે વરણામા પોલીસ સહિત સમગ્ર જિલ્લા પોલીસ એક્ટિવ થઇ ગઇ હતી અને 9 જેટલા આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. જ્યારે 6 આરોપીઓ પકડવાના બાકી હોય તેમને કોર્ટ દ્વારા ફરારી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે 6 આરોપી છેલ્લા 44 વર્ષથી નાસતાફરતા હોવા સાથે હાઇવે પર લુંટફાટ કરવાની એમઓ ધરાવતા હોય પોલીસ સતત આરોપીઓની શોધખોળ કરી હતી. તે દરમિયાન આ ગેંગના આરોપીઓ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કોટલી ખુર્દ ગામે હાજર હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે કોટલી ખુર્દ ગામે વેશ પલ્ટો કરીને કરીને સતત બે દિવસ ગામના લોકો મળીને ગામમાં ખેતરો તથા સીમમાં ફર્યા બાદ મગન ઉર્ફે મંગુ બારક્યાં વસાવે, જાલમસિંગ ઉર્ફે જેલમા વસાવે કોટલી ખર્દે ગામે હાજર હતા. જ્યારે કરણસિંગ માકડ્યાં વસાવે, અંબુ બાવલીયા ગવી તથા તુકારામ સુકા કોકણી મરણ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મગન ઉર્ફે મંગુ બારક્યા વસાવે અને જાલમસિંગ ઉર્ફે જેલમા સેલા સવાસેની ધરપકડ કરીને વરણામા ખાતે લાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરણામા પીઆઇ એસ જે વાઘેલાએ જણાવ્યું હતું કે આઇજી તથા એસપી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ છે. જેથી તેઓ દ્વારા ભાગતા ફરતા આરોપીઓને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવા માટેની સૂચના અપાઇ હતી. જેથી ડીવાયએસપીનીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોર્ડની અલગ અલગ ટીમો બનાવીને લુંટના આરોપીની શોધખોળ કરતા હતા. દરમિયાન લુંટના આરોપી પૈકી પાંચ આરોપી નંદુરબાર ખાતે હોવાની માહિતી મળતા અમારી ત્યાં પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરતા 6 પૈકી બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રણ મરણ પામ્યા છે. એક હજુ ફરાર છે તેને પણ ટુક સમયમાં દબોચી લેવાશે.

Most Popular

To Top