Vadodara

વડોદરા : MSUમાં સાપ બાદ વન્યજીવ શાહુડીનો આતંક,કૂતરાના બે બચ્ચાને શિકાર બનાવ્યા

( પ્રતિનિધિ ) વડોદરા,તા.2

એમએસ યુનિવર્સિટીમાં શાહુડી નો આતંક જોવા મળ્યો છે. ત્યારે શાહુડીએ બે કુતરાના બચ્ચાને શિકાર બનાવ્યા હતા. જેમાં એક બચ્ચું હજી પણ ગાયબ છે. ત્યારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલિએન્ટર અને યુનિવર્સિટીમાં સિક્યુરિટી તારીખ કે ફરજ બજાવતા હાર્દિક પવાર સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓને શાહુડીના પીંછા જોવા મળ્યા હતા.

વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં એક અઘટિત ઘટના બની હતી. જેમાં શાહુડીનો આતંક જોવા મળ્યો હતો. યુનિવર્સિટી એક્સપરિમેન્ટલની સ્કૂલની પાછળ આવેલી બિલ્ડીંગમાં એક કુતરીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. ત્યારે ગતરોજ શાહુડીએ બે બચ્ચાના ધડ અને મસ્તક અલગ કરી દીધા હતા. અને મસ્તક લઈ જઈ સ્થળ પર ખાલી ધડજ રહેવા દીધું છે અને હજી પણ એક નાનું બચ્ચું ગાયબ છે. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્ય હાર્દિક પવાર દ્વારા આની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, શાહુડીના પગલાં સ્થળ પર દેખાય છે અને અવારનવાર શાહુડીને લોકોએ જોઈ છે. ત્યારે અન્ય નાના-મોટા પ્રાણીઓ માટે આ શાહુડી ચિંતાનો વિષય બની છે. હાર્દિક પવારે માહિતી આપતા જણાવ્યું હતું ડિપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજી એન્ડ બાયોટેકનોલોજી સેન્ટર ફેકલ્ટીમાંથી કોલ આવ્યો હતો કે અહીંયા ત્રણ ગલુડિયા જે છે. એમના માથા નથી અને બાકીની બોડી છૂટી પડી ગઈ છે. ત્યારે, હું ત્યાં પહોંચીને જોયું તો ત્યાં શાહુડીના ફૂટ પ્રિન્ટ મળ્યા છે અને તેના અવશેષ તરીકે એના પીછા જોવા મળ્યા છે, અહીંના પટાવાળાએ પણ અમને કહ્યું હતું કે અવારનવાર અહીંયા શાહુડીના પીછા જોવા મળે છે અને શાહુડીએ કૂતરાના બચ્ચાને મારી નાખ્યા છે અને ડોકા ખાઈ ગઈ છે.

Most Popular

To Top