Vadodara

વડોદરા : BOBના એટીએમમાં લૂંટ થઇ હોવાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઇ

વડોદરા તા.1
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા સર્કલ પાસે આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમમાં રાત્રિના સમયે લૂંટ થઈ હોવાની માહિતી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ, બેન્ક અને એફએલના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજ ની ચકાસણી કરી હતી ત્યારે એક ગ્રાહક ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવવા માટે આવ્યો હતો. આ રોકડા રૂપિયા ગ્રાહકને ગયા બાદ બહાર આવી ગયા હતા અને તમામ નોટો એટીએમમાં વિખેરાઈ ગઈ હતી તેવું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે હાલ રૂપિયા કબજે કરી ગ્રાહકને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા સર્કલ પાસે આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ગ્રાહક રૂપિયા ઉપાડવા માટે ગયો હતો. ત્યારે એટીએમમાં રૂપિયા વિખેરાયેલા પડ્યા હતા. જેથી આ ગ્રાહકે એટીએમ ખાતે લૂંટ તથા ચોરી થઈ હોવાનું સમજી પોલીસ તથા બેંક ઓફ બરોડાના અધિકારીઓને જાણ કરાઈ હતી. ત્યારે પોલીસે, બીઓબી ના અધિકારીઓ તેમજ એફ એસ એલની ટીમ પર દોડી આવી હતી. ત્યારબાદ એટીએમમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે એક ગ્રાહક ડિપોઝીટ મશીનમાં રૂપિયા ક્રેડિટ કરાવવા માટે આવ્યો હતો ત્યારે ગ્રાહકના ગયા બાદ તેના રૃપિયા સંજોગોવસાત પરત બહાર આવ્યા હતા અને એટીએમમાં વિખેરાઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. હાલમાં રૂપિયા પોલીસ દ્વારા કબ્જે કરી ગ્રાહકને શોધી તેને પરત આપવાની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top