Vadodara

વડોદરા : હેરોઇનના કેસમાં ફરાર આરોપી છાણીમાંથી ઝડપાયો

એસઓજીની ટીમે ગુરુદ્વારા પાસે વોચ ગોઠવી આરોપીને દબોચ્યો,  અક્ષર રેસિડેન્સીમાં 1.98 લાખના હેરોઇન સાથે એક ઝડપાયો હતો

પ્રતિનિધિ વડોદરા તા.19

રણોલી વિસ્તારમાં આવેલી અક્ષર રેસિડન્સીમાં ઝડપાયેલા હેરોઇનની કેસમાં ફરાર આરોપીને એસઓજીની ટીમે છાણી ગુરુદ્વારા પાસેથી ઝડપી પાડ્યો હતો.

એટીએસ ચાર્ટરના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી તેમજ ડ્રગ્સના નેટવર્ક નેસ્ત નાબુદ કરાવવા ઉપરાંત નાર્કોટિક્સના ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા માટે એલઓજીની ટીમે અલગ અલગ ટીમો બનાવીને વોન્ટેડ આરોપીની શોધખોળકરી હતી. તે દરમાયન એસઓજીની એએસઆઇ જાહીદઅલી કાસમઅલીને બાતમી મળી હતી કે અગાઉ રણોલીમાં આવેલી અક્ષર રેસિડેન્સીના રહેણાક મકાનમાં રેડ કરીને 39.71 ગ્રામ હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે આ કેસમાં આરોપી પરગડસિંગ ઉર્ફે પગ્ગા અજાયબસિંગ ભરત નાસતો ભરતો હોય આરોપી છાણી ગુરુદ્વારા પાસે આવવાનો છે. જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાન વોન્ટડ આરોપી આવતા તેને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top