વડોદરા તા. 9
ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં જૈન દેરાસરો, દાદા ભગવાન મંદિર તથા અન્ય મંદિરોમાં ચોરીને અંજામ આપનાર રાજસ્થાનની “ગરાસીયા ગેંગ’ના બે સાગરીતોને જિલ્લા એલસીબીની ટીમે રાજસ્થાનના પિંડવાડા તાલુકાના કુંડાલ ગામેથી ઝડપી પાડયા હતા. ગરાસીયા ગેંગના સાગરીતો પકડાતા મંદિર ચોરીના 8 ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે તસ્કરો પાસેથી બે મોબાઇલ તથા ચોરીના ઉપયોગમાં લીધેલી કાર મળી રૂ. 3.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.જિલ્લા એલસીબીની ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધવા તેમજ બનતા ગુનાઓ અટકાવવા અર્થે અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી તેઓને ચેક કરવા તેમજ જીલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ એલસીબીની ટીમ દ્વારા ટેકનીકલ સોર્સિસના આધારે કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે દેથાણ નજીક આવેલા જૈન દેરાસરમાં ચોરી કરનાર રાજસ્થાનના સીરોહી જીલ્લાના પીંડવાડા તાલુકાની ગરાસીયા ગેંગની સક્રિય છે. આ ટોળકી જૈન દેરાસરો, મંદિરોમાં પથ્થરો ઘસવાની કામગીરી કરે છે. જેથી મંદિર અને દેરાસરમાં ચઢાવવામાં આવેલા આભુષણો, મૂર્તી તથા દાનપેટી બાબતે સંપુર્ણ માહીતી હોય છે. જેથી તેઓએ હાઇવે રોડને અડીને આવેલા જૈન દેરાસર અને મંદિર રાત્રીના સમયે નિશાન બનાવીને ચોરીને અંજામ આપે છે. જેના આધારે એલસીબીની એક ટીમને રાજસ્થાનના સીરોહી જીલ્લાના પીંડવાડા તાલુકાના કુંડાલ ગામે તપાસ માટે મોકલી હતી. ત્યાં પોલીસે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી હતી. જેમાં ટોળકી બે ચોર ગુનામાં વપરાયેલી ઇકો ગાડી સાથે મળી આવતા તેઓને ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે કરજણ પોલીસને સુપરત કર્યા છે. કરજણ પોલીસે આરોપીઓની વધુ પુછપરછ કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી છે.
– પકડાયેલા આરોપી : — લાલારામ ગંગારામ સોહન (ગરાસીયા) (રાજસ્થાન) , સુનીલાલ ઉર્ફે સીનારામ બાબુલાલ સીસોદીયા (ગરાસીયા) (રાજસ્થાન)
-ફરાર આરોપીઓ : લાડુરામ માલરામ ગરાસીયા, પીપારામ બાબુરામ સોહન, લીંબારામ અંબારામ સોહન, હુસારામ ડાગર, પલ્લારામ સુસારામ સોહન, રિંગનારામ અંબાજીરામ સોહન, પલ્લારામનો મોટો જમાઇ, હેમરાજ કિશોર સોની હિતેશ પુખરાજ સોની (તમામ રહે. રાજસ્થાન)
– જૈન દેરાસર તથા મંદિરમાં હાથ અજમાવી તેઓ પરત વતન જતા રહેતા હતા
ચોરીના કેસમાં ઝડપાયેલા બન્ને આરોપીઓ પૈકી લાલારામ ગંગારામ સોહન મંદિરમાં પથ્થર ઘસવાની મજુરી કામ કરતો હતો. જેથી તેના ગામની આજુબાજુના વિસ્તારમાંથી ઘણા લોકો મંદિરમાં પથ્થર ઘસવાનું કામ કરતા હતા. જેથી ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં મજુરી અર્થે આવતા હોય છે. ત્યારે હાઇવે રોડ નજીક એકાંતવાળા જૈન દેરાસર કે મંદિર જોઈ રાખતો અને ગુગલ મેપ દ્વારા પણ હાઇવે નજીકના જૈન દેરાસર કે મંદિરને ચોરી કરવા માટે શોધી રાખી તેના બીજા સાથીદારોને તેના વાહનમાં લઈ આવી લોખંડનો સળીયો, ડીસમીસ, નાની કોસ વિગેરે જેવા સાધનો લઇને દેરાસર અને મંદિરના તાળા તોડી આભુષણો, દાન પેટી સહિતના મતાની ચોરી કરી પોતાના વતનમાં પરત જતા રહેતા હોવાની કબૂલાત કરી હતી.– ઝડપાયેલા બંને આરોપી રાજસ્થાન તથા ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાયેલા છે
ચોરીના કેસમાં પકડાયેલા આરોપી લાલારામ ગંગારામ સોહન ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. તેના વિરુદ્ધ રાજ્ય રાજસ્થાન તથા ગુજરાત રાજ્યના પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા છે. જેમાં સિરોહી જિલ્લાના પિનવાડા, તથા ભાવનગરના પાલિતાણા તથા દાઠા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. તેવી જ રીતે સુનિલાલ ઉર્ફે સીનારામ સિસોદીયા વિરુદ્ધ પણ રાજસ્થાનના પિનવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલા છે.– ગરાસીયા ગેંગે ક્યાં કયાં ચોરી કરી
– કરજણ ટોલટેક્સથી આગળ હાઇવે પર દેથાણ ગામ નજીક જૈન દેરાસરમાંથી મુર્તીની આંખો, તિલકની સોનાની પટ્ટી અને દાનપેટીમાંથી રોકડની ચોરી– – સુરત કામરેજ નજીક એક દાદા ભગવાનના મોટા મંદિરમાં ચાંદીનો મુગટ, કુંટળ તથા દાનપેટીની રોકડ
– વડોદરાથી સુરત જવાના હાઇવે પર નબીપુરા નજીક જૈન દેરાસરમાંથી ચાંદીની છત્તર, ઝુમર તથા દાનપેટીની રોકડ રકમ– વલસાડ નજીક આવેલા જૈન દેરાસરમાંથી ચાંદીનું છત્તર તથા દાનપેટીમાંથી રોકડ
– ચાણસ્મા ગામે હાઇવે પર એક સાંઇ મંદિરમાંથી ચાંદીની છત્તર તથા પાદુકાની ચોરી– સિધ્ધપુર હાએવ રોડ પર આવેલા જૈન દેરાસરમાંથી મુર્તિ પરની સોનાની આંખ, ભ્રમર તથા ચાંદીના ટીકાઓ ચાંદીના આંખો, પટલા દાનપેટની રકમ
– વટામણ ચોકડી નજીક આવેલા જૈન દેરાસરમાંથી મુર્તીઓ, ચાંદીના કુંડળ તથા દાનપેટીમાંથી રોકડા રૂપિયા– — ઉમરેઠ ગામે ડાકોર રોડ પર મંદિરમાંથી ચાંદીની આરતી, ચાંદીની બંન્ટો વાડકા દર્પણ આંખો નાનાદડા તથા દાનપેટીની રોકડ રકમ