Vadodara

વડોદરા : સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂ.2.89 લાખના દારૂ સાથે બેને દબોચ્યાં

ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો, દારૂ મંગાવનાર મનોજ ઉર્ફે પાપડ સહિત બે વોન્ટેડ, રૂ.11.61 લાખનો મુદ્દામાલ કબજે

પ્રતિનિધિ વડોદરા તા.20

વડોદરા શહેરના છાણી ગોરવા રોડ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી રૂ. 2.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો સાથે શખ્સોને ઝડપી પાડ્યા હતા, ગોરવા બુલેગર સહિત બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. દારૂ, કાર, ત્રણ મોબાઇલ અને રોકડ રકમ મળી રૂ. 11.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ફતેગંજ પોલીસ સ્ટેશ ઉંઘતી ઝડપાઇ હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા શહેર અને જિલ્લા અવારનવાર સપાટો બોલાવતી રહે છે. ત્યારે ફરીવાર એસએમસીની ટીમને બાતમી મળી હતી કે વડોદરાના છાણીથી ગોરવા રોડ પર પાસે કારમાં દારૂનો જથ્થો લાવીને મુકવામાં આવ્યો છે. જેથી એસએમસીની ટીમે સંપ્રણા એપાર્ટમેન્ટ પાસે રેડ કરી કારમાં તપાસ કરી હતી. ત્યારે કારમાં કારમાં બે શખ્સો હાજર મળી આવ્યા હતા. તેમને સાથે રાખીને કારમાં તલાસી લેવામાં આવતા રૂ 2.89  વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂ, કાર, ત્રણ મોબાઇલ અને રોકડ રકમ મળી રૂ. 11.61 લાખનો મુદ્દામાલ  સાથે દિપેન ઉર્ફે ભોલો દિનેશ વાળા (રહે. શ્રીજી એપાર્ટમેન્ટ,  ગોરવા) તથા સન્ની પ્રકાશ ધાવડી (રહે. લક્ષ્ય એવન્યુ, ખોડિયારનગર વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. દારૂ મંગાવનાર બૂટલેગર મનોજ ઉર્ફે પાપડ શંકર નરસિંહાણી (રહે. નર્મદેશ્વર સોસાયટી, ગોરવા)અને કટિંગ કરનાર મોહિત ઉર્ફે બોબડો દિલીપ અગ્રવાલ (રહે. ગુણાતીતપાર્ક ગોત્રી)ને વોન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ અજય ગઢવી સહિતનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો હતો.

Most Popular

To Top