વિઝા કાઢી આપવાનું કહી રૂપિયા પડાવ્યા બાદ એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયો
રૂપિયા ગુમાવનાર લોકો દ્વારા ઠગ એજન્ટની ધરપકડ કરવા પોલીસ કમિશરને રજૂઆત
પ્રતિનિધિ વડોદરા તા.9
સુરત, અમદાવાદ અને વડોદરાના ઓપી રોડ પર કૃપા વિઝા કન્સલ્ટન્સનીની ઓફિસ ધરાવતા ભાવેશ ચૌહાણ ઘણા લોકોને વિદેશ મોકલાના બહાને તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્યારે ઠગાઈનો ભોગ બનનાર લોકો દ્વારા ભેગા મળીને પોલીસ કમિશનરને રજૂઆત કરી ઠગ એજન્ટની વહેલીતકે ધરપકડ કરી તેમના રૂપિયા પરત અપાવવા માગણી કરી છે.
વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર તક્ષ કોમ્પલેક્ષમાં વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ચલાવતા ભાવેશ ચૌહાણ દ્વારા ઘણા લોકોને વિદેશમાં નોકરી અપાવવા તથા સ્ટુડન્ટ વિઝા કાઢી આપવાના બહાના બતાવીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. જેથી લોકો વર્ષો વિતી ગયા હોવા છતાં વિઝાની કોઇ ફાઇલ તૈયાર કરી ન હતી અને જ્યારે લોકો પુછે ત્યારે કોઇને કોઇ બહાના બતાવો હતો. જેથી લોકોએ તેની પાસે ચૂકવેલા રૂપિયાની પરત માગણી કરવા જતા એજન્ટ તેમની નાગા કરી મારી નાખવાની ધમકી આપે છે. જેની પોલીસ ફરિયાદ પણ કરાઇ હતી. ઠગ વિઝા કન્સલ્ટન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જેથી લોકોએ પોતાના રૂપિયા પરત મેળવવા તથા ભાવેશ ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. ભાવેશ ચૌહાણની વડોદરા સહિત સુરત અને અમદાવાદમાં પણ કૃપા ઓવરસીઝ નામની વિઝા કન્સલન્ટન્સી ચલાવે છે.ત્યા પણ ઠગ સામે લાખો રૂપિયાની ઠગાઇની ફરિયાદી નોંધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઠગ એજન્ટ સામે અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલી ફરિયોદ નોંધાઈ હતી.
