Vadodara

વડોદરા : વિદ્યુત ભુવન બહાર એપ્રેન્ટીસોના ધરણાનો બીજો દિવસ,વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સમર્થનમાં આવી પહોંચ્યા



સરકારના તમામ વિભાગોમાં હવે અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે :

Guvnl ના એમડી ની ગાડી આવશે તો પછી એમની ગાડીનો અને જરૂર પડશે તો તેમના ઘરનો પણ ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી :


( પ્રતિનિધિ )વડોદરા,તા.2

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓમાં એપ્રેન્ટીસો ની ભરતી કરવાની માંગણી સાથે ઉમેદવારોએ વડોદરાના વિદ્યુત ભુવન બહાર ધરણા શરૂ કર્યા છે. જેના બીજા દિવસે આજે વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા વડોદરા આવી પહોંચ્યા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.



વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉમેદવારોની હડતાલના બીજા દિવસે તેમના સમર્થનમાં વડોદરા આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું ખાસ કરીને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીક સીટી કોર્પોરેશન દ્વારા 2022માં એવા આદેશ આપ્યા હતા કે જે જગ્યાઓ ખાલી પડી છે. જે જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. બે થી ત્રણ મહિનામાં જ ભરવામાં આવશે. ત્યારે જે તે સમયે તે 800 જગ્યાઓ ખાલી હતી. અત્યારે 2025 ચાલી રહ્યું છે અને જોવા જઈએ તો 1200 કરતાં વધારે જગ્યાઓ ખાલી છે અને ભૂતકાળમાં એટલે કે ફોર્મ ભરાઈ ચૂક્યા છે. એના વેરીફીકેશન પણ થઈ ગયા છે અને હવે જ્યારે ભરતી કરવાની વાત આવે છે. ત્યારે આ લોકો ઠાગાઠૈયા કરે છે. એટલે એ સ્પષ્ટ પણે લાગે છે. જે મૂળ કચેરીના એમડી છે એમને ક્યાંક સંકલનનો અભાવ હોય કચેરી કચેરી વચ્ચે અને અધિકારીઓ અધિકારીઓ વચ્ચે જે અભાવ છે. એના કારણે આજે વિદ્યાર્થીઓ પિસાઈ રહ્યા છે. ઉમેદવારો પીસાઈ રહ્યા છે અને પોતાની માહિતી આઉટસોસિંગ એજન્સી છે એને ફાયદો થાય એને લાભ થાય અને એમાંથી મલાઈ ખાઈ શકાય એટલા માટે એમની માનીતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી અને આઉટસોર્સિંગના માધ્યમથી આ ભરતીઓ કરવામાં આવે છે. ખરેખર કાયમી ભરતી કરવી જોઈએ. જીઆર પણ કરવામાં આવ્યો છે ઠરાવ પણ જે તે સમય કરવામાં આવે છે. ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે આની અંદર અમે તાત્કાલિક ધોરણે એપ્રેન્ટિસોની ભરતી કરીશું અને બે મહિનાની અંદર નિમણૂક પણ આપી દઈશું. પરંતુ બે મહિનાની વાત પણ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા. હજુ સુધી નિમણૂક કરવામાં આવી નથી.

અધિકારીઓ એક ઘમંડમાં ફરી રહ્યા છે કે અમને કોઈ પ્રશ્ન પૂછવા વાળું અમને કોઈ કહેવાવાળું નથી

યુવરાજસિંહે કહ્યું કે ખાસ કરીને ગુજરાતમાં જોવા જઈએ તો મને એવું લાગે છે કે, નેતા કરતા અધિકારીઓનું રાજ વધારે ચાલી રહ્યું છે. કારણ કે અધિકારીઓ જે છે પોતાને દાદા સમજી રહ્યા છે અને અધિકારીઓ એક ઘમંડમાં ફરી રહ્યા છે કે અમને કોઈ પ્રશ્ન પૂછવા વાળું અમને કોઈ કહેવાવાળું નથી. એટલે ગુજરાતના કોઈપણ ડિપાર્ટમેન્ટમાં જાઓ અધિકારી રાજ જોવા મળી રહ્યું છે એવી રીતે અત્યારે, જીઓવીએનએલમાં એમડી હજી સુધી આ વિદ્યાર્થીઓને મળવા સુદ્ધાનો સમય આપ્યો નથી. આજે વિદ્યાર્થી આગેવાન તરીકે મળી અને તાત્કાલિક ધોરણે આનો કોઈ યોગ્ય અને સુખદ નિરાકરણ આવે લેખિતમાં નિરાકરણ આવે એવી આશા સાથે એમડીને મળવા માટે આવ્યા છે અને જો પોતાનો હટાગ્રહી સ્વભાવ કાયમ રાખશે. તો આવનાર દિવસમાં એ ભોગવવા માટે એમણે તૈયાર રહેવું પડશે. કારણ કે પછી અમે વિદ્યાર્થી આગેવાન તરીકે જે લોકો જે ભાષામાં સમજે છે એમને પછી એમની ભાષામાં જવાબ આપીશું. અહીંયા guvnl ની એમડીની ગાડી આવશે તો પછી એની ગાડીનો ઘેરાવ કરીશું એમના ઘરનો ઘેરાવો કરવાની જરૂર પડશે તો તેમના ઘરનો પણ ઘેરાવો કરવામાં આવશે.

Most Popular

To Top