સ્વામી સાથે સંપર્કમાં હતા તેવા બે લોકોની પૂછપરછ હાથ ધરાઇ
પ્રતિનિધિ વડોદરા તા.15
વાડી સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી દ્વારા સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમાં પોલીસે વાડી અને વડતાલ મંદિર પાસે સ્વામીના પૂર્વાશ્રમની માહિતી માંગી હોવા છતાં કેમ આપવામાં આવતી નથી. બીજી તરફ પોલીસે સ્વામીના ફોનના સીડીઆર ના આધારે પણ તપાસ શરૂ કરી છે. ની સાથે સંપર્કમાં હતા તેવા બે લોકોને ટચમાં લઈને તેમની પૂછપરછ શરૂ કરાઇ છે.
વાડી સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી જગતપવનદાસ સ્વામી દ્વારા સગીરાને ગિફ્ટ આપવાના બહાને મંદિરની નીચેના એક રૂમમાં લઈ જઈને તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ ધમકી આપીને તેના ન્યુડ ફોટા અને વિડિયો પણ સોશિયલ મંગાવ્યા હતા. સગીરાએ આઠ વર્ષ બાદ વાડી પોલીસ સ્ટેશનમાં સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સ્વામીને ફરિયાદની જાણ થઈ જતા ભૂગર્ભમાં ઊતરી ગયો છે. પોલીસ દ્વારા વડતાલ સહિતના મંદિરોમાં હાજર સ્વામીઓની પૂછપરછ કરવા છતાં હજુ તેનો કોઈ પતો લાગ્યો નથી. બંને મંદિરોમાં પોલીસે લેખિતમાં સ્વામીના પૂર્વાશ્રમ ની માહિતી માંગી હોવા છતાં હજુ સુધી જાણે બંને મંદિરના સ્વામીઓ દ્વારા જગતપવનદાસને જાણે બચાવવામાં આવતો હોય તેમ પોલીસને કોઈ તેની માહિતી આપતા નથી. જેથી પોલીસે સ્વામીના મોબાઇલના સીડીઆર દ્વારા તપાસનો દોર શરૂ કર્યો છે. જેમાં લંપટ સ્વામી સાથે કોણ કોણ સંપર્કમાં છે તેવા અનુયાયો સહિતના લોકોની માહિતી મેળવવામાં આવી રહી છે અને જેમાં તેમની સાથે સંપર્કમાં હતા તેવા બે લોકોને પોલીસે ટચમાં લઈને તેમની પૂછપરછ શરૂ કરી છે.