વડોદરા તારીખ 9
સમગ્ર ગુજરાતના સબ ડિવિઝનોમાં ક્રાઈમસીન મેનેજરની નિમણૂક કરાતા વડોદરા શહેરના આઠ ડિવિઝનમાં પણ આઠ ક્રાઈમસી મેનેજરોની નિમણૂક કરવામાં આવી છે. આ મેનેજર ઘટનાની નિશ્ચિતતા નક્કી કરવા સાથે આધારભૂત ફિઝિકલ સહિતના પુરાવા પણ એકત્રિત કરશે.
ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં પેટા કક્ષાએ એટલે કે સબ ડિવિઝનમાં ક્રાઈમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા શહેરમાં પણ ચાર ઝોન અને આઠ ડિવિઝન આવેલા છે. આઠ ડિવિઝનમાં એક એસીપી કક્ષાના અધિકારી હાલમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે સાથે પોલીસના સબ ડિવિઝન વિભાગમાં આઠ ક્રાઈમસીન મેનેજર ની વરણી કરવામાં આવી છે. જેમાં કોઈ ઘટના બને ત્યારે આ ક્રાઈમસીન મેનેજર ઘટનાની સુનિશ્ચિતતા નક્કી કરવા સાથે આધારભૂત ફિઝિકલ સહિતના પુરાવા પણ એકત્રિત કરશે. આ ક્રાઈમ સીન મેનેજરો ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સના લેબોરેટરી તથા ડિવિઝનના અધિકારીના નિયંત્રણમાં રહેશે.
વડોદરા : વડોદરા પોલીસના 8 ડિવિઝનમાં 8 ક્રાઇમસીન મેનેજરની નિમણૂક
By
Posted on