Vadodara

વડોદરા – રેલવેમાં નોકરી અપાવવાનું કહીને બે યુવક પાસેથી ઠગે રૂ.4.71 લાખ પડાવ્યાં

મોબાશીર શેખે પોતે રેલવેમાં ટેન્ડરનું કામ કરે છે ડીજેનું ટેન્ડર મુકવાનું કહી યુવકનો વિશ્વાસ કેળવ્યાં બાદ ઠગાઇ,  બેટરીવાળી બાઇક, મોબાઇલ, આઇકાર્ડ, યુનિફોર્મ સહિતના વિવિધ બહાને રૂપિયા ખંખેરી લીધા.

અટલાદરા ગામમાં રહેતા બે ભાઇઓને રેલવેમાં ડીજેનું ટેન્ડર તથા નોકરી અપાવવાની લાલચ આપીને ઠગે રૂ. 4.71 લાખ પડાવી લીધા હતા. પરંતુ એક મહિનામાં કોઇ નોકરી અપાવી ન હતી અને વધુ રૂ.30 હજાર માગણી કરતા યુવકોને તેમની સાથે ઠગાઇ થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી યુવકે ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના અટલાદરા ગામમાં રહેતા નરેન્દ્ર ઘનશ્યામ પરમાર ડીજનો ધંધો કરે છે. તાજેતરમાં યુવક પાદરા ખાતે ડીજે વગાડવા માટે ગયો હતો. ત્યારે તેનો તાંદલજા વિસ્તારમાં રહેતા મોબાશીર શેખ સાથે સંપર્ક થયો હતો. ત્યારે યુવકને મોબાશીર શેખે રેલવેમાં અલગ અલગ ટેન્ડરનું કામ કરે છે. રેલવેમાં પ્રસંગોપાત ડીજે વગાડવાનું થતું હોય જેથી યુવકને રેલવેમાં ડીજે માટે ટેન્ડર ભરવા કહ્યું હતું. જેથી ટેન્ડર મંજૂર થતા પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ મળશે. મોબાશીરે હુ રેલવેમાં નોકરી પણ અપાવું છે તારે નોકરીની જરૂર હોય તો કહેજે. બાદમાં યુવકને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 6 પર બોલાવી પાનકાર્ડ અને આધારકાર્ડ લીધા હતા. બાદમાં તમારી ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જેથી 11 હજાર ભરવા પડશે જેથી યુવકે ઓનલાઇન પે કર્યા હતા. ત્યારબાદ તેણે રેલવેમાં નોકરી માટે બે છોકરાની જરૂર છે. યુવકને રેલવેમાં નોકરી માટે બે મોબાઇલ લેવા પડશે તેમ કહી રૂ. 26 હજાર મેળવી લીધા હતા. ત્યારબાદ તેણે બંને તમારી રેલવેમાં નોકરી પાકી થઇ ગઇ છે. તેમ કહીને બેટરવીળા બાઇક લેવી પડશે તેમ કહીને 17 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. બાદમાં અન્ય એક છોકરો લેવાનો છે તેમ કહી યુવકે તેના મામાના દીકરીના વિશાલ ગોહિલને વાત કરી હતી. જેથી મોબાશીર શેખે વિશાલના વીમાના 13 હજાર લીધા હતા. મોબાશીર શેખે બંને ભાઇઓને રેલવેમાં નોકરી લગાવવાની લાલચ આપીને ,યુનિફોર્મ, આઇકાર્ડ, રેલવેમાં મોબાઇલ તથા બાઇક મુકવી પડશે તેવા વિવિધ બહાના હેઠળ રોકડા રૂ. 4.71 પડાવ્યા હતા. પરંતુ કોઇ એક મહિનામાં બંને ભાઇઓને રેલવેમાં કોઇ નોકરી અપાવી ન હતી અને વધુ 30 હજાર રૂપિયાની માગણી કરતા તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી નરેન્દ્ર પરમારે ઠગ મોબાશીર શેખ વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top