વડોદરા મહાનગર પાલિકા દ્વારા ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા, સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા ની વાતો કરતી પાલિકા દ્વારા અમિતનગર બ્રિજ ની નીચે યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવતી નથી.
વડોદરા વિસ્તાર અમિતનગર ના સ્થાનિક યુવા સામાજિક કાર્યકર શૈલેષભાઈ મહિસુરી અને મંગલાપાર્ક સોસાયટીના રહીશો દ્વારા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ને મૌખિક અને લેખિતમાં વારંવાર ફરિયાદ કરી છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જાડી ચામડીના અધિકારીઓને વડોદરાના વિકાસમાં જાણે રસ જ ના હોય જ્યાં ને ત્યાં ગંદકી અને ગંદકી ના કારણે દુર્ગંધ અને મચ્છરો નો ત્રાસ થયો છે જેના કારણે દરેક ઘર માં માંદગી થઈ છે .શું આ રીતે કામગીરી કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિક અધિકારીઓ, વોર્ડ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ને બદનામ કરવામાં આવતા હોય એ રીતે કામગીરી કરતા હોય એવું સ્પષ્ટ પણે નજરે પડે છે. યુવા સામાજિક કાર્યકર વડોદરા મહાનગર પાલિકા ને અપીલ કરે છે અને જણાવે છે કે પાલિકા દ્વારા જો અમિતનગર બ્રિજ ની નીચે યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં નઈ આવે અને અમારી માંગ મુજબ કાર્યવાહી કરવામાં નઈ આવે તો આવનાર દિવસોમાં બ્રિજ ની નીચે બેસીને ધરણાં કરવામાં આવશે…