એરપોર્ટની દિવાલને અડીને 10 ફૂટ સુધીના દબાણો હટાવવામાં આવ્યા
( પ્રતિનિધિ )વડોદરા,તા.10
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના તણાવની પરિસ્થિતિ વચ્ચે સમગ્ર દેશના 32 એરપોર્ટ ઉપર સિવિલ ફ્લાઇટ બંધ કરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા પણ એરપોર્ટની દિવાલ પાસે આવેલા નડતરરૂપ દબાણોનો દૂર કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી છે.


પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાબાદ સર્જાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા પણ તકેદારી ના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શનિવારે વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા એરપોર્ટની દીવાલ નજીક આવેલા દબાણોનો સફાયો બોલાવવામાં આવી રહ્યો છે. પાલિકાની દબાણ શાખાને ટીમ સ્થાનિક વોર્ડ કચેરી ની ટીમ અને પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ હટાવવાની. કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દબાણ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા ની ટીમ મ્યુનિસિપલ કમિશનરને આદેશ મુજબ એરપોર્ટ ની દિવાલને અડીને 10 ફૂટ સુધી કોઈ પણ જાતનું દબાણ હોય તો તેને તાત્કાલિક દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

