Vadodara

વડોદરા : બેફામ બનેલા બુટલેગરોનો યુવક પર હુમલો

વડોદરા તારીખ 30
વડોદરા શહેરના વિસ્તારમાં રહેતા યુવકને તું મારી દારૂની કંટ્રોલરૂમમાં વર્ધી કેમ લખાવે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બુટલેગર ભાવેશ દરબાર સહિત સાત લોકોએ ભેગા મળીને તેને પટ્ટા વડે ઢોર માર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જાહેરમાં યુવક નૈતિક પટેલને બુટલેગરો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વિડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી આઠ લોકોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે


વડોદરા શહેરમાં દારૂ બાંધી હોવા છતાં ગેરકાયદે દેશી તથા વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે.વહેલી સવારથી દારૂના અડ્ડા શરૂ થઈ જતાં હોવાના કારણે સ્થાનિક લોકોએ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. કોઈ પ્રકારના ડર વિના દારૂનો ધંધો કરતા બૂટલેગરો પણ બેખૌફ બની ગયા છે. જ્યારે કોઈ વ્યક્તિ તેમના વિરુદ્ધ આવાઝ ઉઠાવે કે પોલીસે ફરિયાદ કરે તો આ બૂટલેગરો તેમના પર હુમલો કરતા હોય છે. તેવો જ બનાવ માંજલપુર વિસ્તારમાં બન્યો છે. જેમાં પ્રતીક પટેલ નામના યુવકને બૂટલેગરો સહિત સાત લોકોએ તું મારી પોલીસ કન્ટ્રોલરૂમમાં કેમ વર્ધી આપે છે તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ યુવકને સાત જણાએ પટ્ટા વડે ઢોર માર માર્યો હતો. ત્યારબાદ ફરી પોલીસને વર્ધી આપીશ તો તને જાનથી મારું નાખીશું. તેવી ધમકી પણ આપી હતી.જેથી યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવક સરસ્વતી ચાર રસ્તા પાસે બેઠો હતો ત્યારે બૂટલેગરો નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવી પોહચ્ય હતા અને યુવક પર તૂટી પડ્યા હતા. જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જ્યારે સામે પક્ષની મહિલાએ પણ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જેથી પોલીસે સામસામે ફરિયાદ નોંધી આઠ લોકો વિરુદ્ધ તેમને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top