Vadodara

વડોદરા : ફરસાણના ગોડાઉનમાં આગ,ગેસનો બોટલ ફાટતા 1 કિમી સુધીના વિસ્તારમાં અવાજ સંભળાયો

સુભાનપુરા સીતારામ કોમ્પ્લેક્સમાં મુરલીધર ફરસાણના ગોડાઉનમાં આગ

વડીવાડી અને ટીપી 13 ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

વડોદરા શહેરમાં સોમવારના દિવસે ફાયરબ્રિગેડમાં ટેલિફોન રણકતા રહ્યા હતા. મધરાત્રિથી સાંજ સુધી એકબાદ એક આગની ઘટનાઓ સામે આવી હતી. સુભાનપુરા ગોરવા રોડ પર આવેલા સીતારામ કોમ્પ્લેક્સમાં મુરલીધર ફરસાણના ગોડાઉનમાં આગ લાગી હતી. ગેસનો બોટલ ફાટતા એક કિમી સુધી તેનો અવાજ સંભળાયો હતો. 2 જેટલા ફાયર ફાઈટરોની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે જ ફાયરબ્રિગેડને ત્રણ જેટલા આગ લાગવાના કોલ મળ્યા હતા. સોમવારે સાંજે શહેરના ગોરવા સુભાનપુરા રોડ પર આવેલા ફરસાણના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોરવા વર્ક શોપની બાજુમાં સુભાનપુરા રોડ પર સીતારામ કોમ્પ્લેક્સ આવેલું છે. જેમાં મુરલીધર ફરસાણના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા ગેસના બોટલ પણ આગની ચપેટમાં આવી ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રણ જેટલા ગેસના બોટલો પૈકી એકમાં બ્લાસ્ટ થયો હતો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિક લોકોના કહ્યા મુજબ બ્લાસ્ટ થતા અવાજ એક કિમી દૂર સુધી સંભળાયો હતો. બનાવની જાણ કરવામાં આવતા વડીવાડી અને ટીપી 13 ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને બે જેટલા ફાયર ટેન્કરની મદદથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે આખું ગોડાઉન આગની ચપેટમાં સ્વાહા થઈ જવા પામ્યું હતું. ટીપી 13 સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે,આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે પરંતુ જ્યારે વડોદરા ફાયર ઇમર્જન્સી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ઉપર મેસેજ મળ્યો તરત જ છાણી ટીપી 13 ફાયર સ્ટેશનના અને વડીવાડી સ્ટેશનના જવાનો સ્થળ પર આવતા અહીંયા ગેસના બોટલ એલપીજીના જે છે. જેમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. એમાં અમારા જવાનોને પણ ઇજા થતા થતા રહી ગઈ હતી એક બોટલ ફાટ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી.

તરસાલી વિસ્તારમાં ડમ્પરમાં આગ લાગતા અફરાતફરી,ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો

વડોદરામાં ફરી એક વાર ભારદારી વાહનમાં આગ લાગી હતી. તરસાલી વિસ્તારમાં ડમ્પરમાં આગ લાગી હતી.વીએમસીના વેસ્ટ મેનેજમેન્ટના ડંપરમાં આગની ઘટના બની હતી. ફાયર ફાઇટરોએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીઘી હતી.વાહન ચાલક સમય સૂચકતા વાપરી ઉતરી જતા બચાવ થયો હતો.

Most Popular

To Top