વડોદરા તા. 26
વડોદરા મહાનગરપાલિકાના એમપીએચડબલ્યુમાં જગ્યા ખાલી છે અને અધિકારીઓ સાથે મારા સંબંધ સારા છે તેમ કહી પાડોશી મહિલાએ યુવક પાસેથી રૂ. 9.20 લાખ પડાવી લીધા હતા અને નોકરી પણ અપાવી ન હતી. ઠગ મહિલાનો ભોગ બનેલા યુવકે નોકરી માટેના આપેલા ઓર્ડરની કોર્પોરેશનમાં ખાતરી કરાવી હતી. ત્યારે બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મહિલા પાસે રૂપિયા પરત માંગવા છતાં નહિ આપતા યુવકે ઠગાઈની મહિલા વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલી વિષ્ણુકુંજ સોસાયટીમાં મેહુલભાઈ જશવંતસિંહ બારીયા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે વણાટ મદદનીશ પધ્ધતીમા કોન્ટ્રાકટ આધારીત નોકરી કરે છું. તેમના પાડોશમાં રહેતા જાગૃતીબેન ચીરાગભાઇ રાઠવા સાથે ઘર જેવો સબંધ છે. જેથી જાગૃતિબેને તેમની પત્નીને ફોન કરી દુકાન પર મળવા માટે આવ્યા હતા. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે પાલિકાના એમપીએચડબ્લ્યુમાં નોકરીની જગ્યા ખાલી છે અને અધિકારીઓ સાથે તેમના સંબંધ સારા છે. જેથી તમારી નોકરીનું થઈ જશે . પરંતુ નોકરી માટે રુપીયા 5 લાખ આપવાનું કહયું હતું. તેમના પર વિશ્વાસ આવી ગયો હતો અને તેઓને હા પાડી હતી. યુવકે જાગૃતીબેનને ફોન કરી બપોરના આશરે સાડા બારેક વાગે દુકાન ઉપર બોલાવી તેમની પત્ની તથા કારીગર શૈલેન્દ્રસિંહ બાબુભાઇ પરમાર સામે જ રોકડા રુ.1.50 લાખ આપ્યા હતા. ત્યારબાદ બીજા 2.50 લાખની સગવડ કરી રાખજો તેમ કહેતા તેઓને ડીઆરએમઓફીસની બહાર રોકડા રૂ.1.50 લાખ આપ્યા હતા. આમ યુવકે જાગૃતિબેનને પાલિકામાં એમપીએચડબ્લયુ રીકડેથી તથા ઓનલાઇન મળીને રૂ 9.20 લાખ આપી દીધા હતા. ત્યારે મહિલાએ તેમને એમપીએચડબલ્યુમાં નોકરી લાગી હોય તેવો ઓર્ડર આપ્યો હતો. પરંતુ વધુ રૂપિયાની તેમની પાસે મહિલાએ માંગણી કરતા તેમને શંકા ગઈ હતી. ત્યારબાદ તેઓને મહિલાએ આપેલા નોકરી માટેના ઓર્ડરની ખાતરી કરાવી હતી. ત્યારે એમ પી એસ ડબલ્યુ ની નોકરી માટેનો પાલિકા નો ઓર્ડર બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. તેથી યુવકે પાડોશી મહિલા પાસે વારંવાર રૂપિયા પરત ચૂકવવા માટે માંગ્યા હતા પરંતુ મહિલાએ અત્યાર સુધી તેમને રૂપિયા પરત આપતી નથી. જેથી યુવકે પાડોશી મહિલા વિરુદ્ધ ઠગાઈની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. જેથી પોલીસે ગુનો નોંધી મહિલાને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
By
Posted on