Vadodara

વડોદરા : પત્નીએ કહ્યું ફુડ ડિલિવરીમાં નોકરી કરતો પતિ આખો પગાર ઓનલાઇન જુગારની ગેમમાં ઉડાવે છે

પત્નીએ અભયમની ટીમનો સંપર્ક કરી, પતિનું કાઉન્સેલિંગ કરાવ્યું.પતિ એ ખાતરી આપી કે હું ગેમનું વળગણ છોડી પરિવાર તરફ ધ્યાન આપીસ.

વડોદરામાં ઓનલાઈન રમાતી જુગારની ગેમના રવાડે ચડી ગયેલો પતિ આખો પગાર જુગારમાં ઉડાવી દેતો હોય ઘરમાં આર્થિક તંગી સર્જાતી હતી.. જેથી મહિલાએ પોતાનું સતાનોનું પેટિયું રડવા માટે ઘરકામ કરવા મજબૂર બનવું પડ્યું હતું. કંટાળી ગયેલી મહિલાએ 181 અભયમનો સંપર્ક કરતા ટીમે પતિનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં પતિએ ઓનલાઇન ગેમની લત છોડી પગારના રૂપિયા ગેમ પાછળ નહી ઉડાવી ઘરમાં આપવાની ખાતરી આપી હતી.

વડોદરા શહેરમાં રહેતી એક મહિલાએ 181 અભયમને ફોન કરીને જણાવ્યું હતું કે મારા પતિ ઓનલાઇન ફુડ ડિલિવરી કરવાની નોકરી કરે છે પરંતુ તેમાં પગાર રૂપે આવતા રૂપિયા ઘરમાં નથી આપતા અને ઓનલાઇન ચાલતી જુગારની ગેમમાં તમામ રૂપિયા વેડફી રહ્યા છે. હુ કાઇ કહેવા જાઉ તો  મને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરે છે. જેથી અભયમની ટીમે પહોંચી ગઇ હતી અને મહિલાની પુછપરછ કરતા હુ બીજાના ઘરના વાસમ કપડા સહિતનું કામ કરીને બાળકો ભરણ પોસણ કરું છું. મારા પતિ ઓનલાઇન ફુડ ડિલિવરીનું કામ કરે છે. પરંતુ નોકરીમાંથી આવતા તેઓ ઘરમાં આપતા નથી અને તમામ રૂપિયા ઓનલાઇન જુગારની ગેમમાં ઉડાવી દે છે. જેથી વારંવાર તેઓને સમજવા છતાં તેઓ એટલી હદે ગેમના રડાવ ચઢ્યા છે કે છોડવાનું નામ લેતા નથી. જેના કારણે ઘરમાં પણ આર્થિક તંગીનું વાતાવરણ સર્જાયું છે. તેથી અભયમની ટીમે મહિલાના પતિનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું અને તેમને સમજાવ્યા હતા કે ગેમમાં રૂપિયા હારી ગયા છો તે પાછળ આવવાના નથી. જે રૂપિયા બચત કરી સારી જગ્યા બેન્કમાં દીકરીના નામે મુકો તો તેનું વ્યાજ આવે અને ઘર ખર્ચમાં મદદરૂપ થાય. જેથતી મહિલાના પતિને ઓનલાઇન ગેમની લત છોડી ઘરમાં ધ્યાન આપી બાળકોના સારા ભણતરની જવાબદારી સમજાવી હતી. જેથી પતિએ પણ ઓનલાઇન ગેમની વળગણ છોડવાની ખાતરી સાથે પગાર રૂપિયા ઘરમાં આપવા જણાવ્યું હતું. આમ 181 અભયમની ટીમે લગ્નજીવનમાં ધ્યાન આપવાની સલાહ આપી પતિ અને પત્ની સુખદ સમાધાન કરાવ્યું હતું.

Most Popular

To Top