નિઝામપુરામાં રહેતા દંપતી પાસે હજુ બે કરોડની પઠાણી ઉઘરાણી કરતો વ્યાજખોર, ખોટા કેસમાં ફસાવી દેવા સાથે જાનથી મારી નાખવાની ધમકી
વડોદરા તારીખ 20
નિઝામપુરા વિસ્તારમાં રહેતી મહિલા તથા તેના પતિને ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઊભી થતા મિત્ર પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા. જેના બદલામાં વ્યાજખોરે કોરા ચેક અને પ્રોમિસરી નોટ પર સહી પણ કરાવી હતી. દંપતી પાસેથી વ્યાજખોરે 20 લાખ સામે 1.30 કરોડ રૂપિયા વસુલ કરી લીધા હોવા છતાં વધુ બે કરોડ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ખોટા કેસમાં ફસાવી દેવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. પતિ નાઈજીરીયા ગયા હોય પત્નીએ વ્યાજખોર વિરુદ્ધ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં તપોવન સોસાયટીમાં રહેતા દર્શનાબેન પાઠકના પતિ નિરજ પાઠક જુન મહીનાથી નાઇઝીરીયા ખાતે નોકરી કરવા માટે ગયા છે. તેમના પતિના સ્કૂલ સમયના મિત્ર ગિરીશભાઈ કાનજીભાઈ પ્રજાપતી કન્સ્ટ્રકશન અને જમીન વેચાણના વ્યવસાય સાથે સકળાયેલા હોય તેમના મકાનનુ બાંધકામ પણ તેમણે કર્યું હતુ. વર્ષ 2008માં તેમના પતિ નીરજે મીત્ર ગિરીશભાઈ પ્રજાપતી પાસેથી વર્ષ 2015માં ધંધાના વિકાસ માટે નાણાંની જરૂરિયાત પડતા રૂપિયા 10 લાખ માસિક 1.5 ટકા વ્યાજે લિધા હતા. ત્યારે આ ગીરીશભાઈએ એડવાન્સ 8 માસનું વ્યાજ કાપીને રૂપિયા 9.10 લાખ રોકડા તેમની દુમાડ ખાતે આપ્યા હતા. જેના બદલામાં ગિરીશભાઈ કાનજીભાઈ પ્રજાપતીએ મહિલાના પતિ પાસેથી બે ચેક અને પ્રોમીસરી નોટ ઉપર પણ સહીઓ કરાવી હતી. આ રકમ ગિરીશભાઈને તેમની દુમાડ ખાતે ઓફીસ પર પરત આપી દીધી હતી. નીરજભાઈએ વર્ષ 2017 થી 19 દરમિયાન સુધીમાં ટુકડે ટુકડે રૂપિયા 20 લાખ વ્યાજ પેટે લિધા હતા.ગીરીશભાઈને મહિલાના પતિએ ટુકડે ટુકડે ચેક દ્વારા રૂ.35. 54 લાખ ચૂકવી દીધા હતા. ઉપરાંત વ્યાજે લીધેલ રૂપિયા 20 લાખ સામે મહિલા તથા તેમના પતિએ ટુકડે ટુકડે રૂપીયા 94.88 લાખ ગીરીશભાઈને ચુકવી દીધા હતા. આમ 20 લાખ સામે રૂપીયા 1.30 કરોડ મહિલા તથા તેમના પતિ પાસેથી ગિરીશ પ્રજાપતિ એ વસૂલી લીધા હતા. તેમ છતાં હજુ પણ વધુ રૂપીયા બે કરોડ બળજબરી પુર્વક કઢાવવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી કોરા ચેકો અને કોરી પ્રોમીસરી નોટો દ્વારા ખોટા કેસો કરી ફસાવવાની ધમકીઓ આપે છે. ગીરીશભાઈ પાસે કોઈ નાણાં ધીરધારનું લાઇસન્સ ન હોવા છતાં વ્યાજની તગડી રકમ વસુલી છે અને વધુ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારવાની ધમકીઓ આપી રહ્યા છે. જેથી મહિલાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પઠાણી ઉઘરાણી કરી રહેલા ગિરીશ પ્રજાપતિ વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
