દુબઇ ખાતે નોકરી અપાવવાનું કહીને પંજાબના શખ્સે રૂ.1.80 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી મોતીનગર -2માં રહેતા કુણાલ દેવેન્દ્ર દરજીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પંજાબ ખાતે રહેતા કલમજીતસિંહે મેને દુબઇ ખાતે નોકરી અપાવવાનું કહ્યું હતું. ત્યારબાદ યુવકને ફ્લાઇટમાં સુરતથી દુબઇ ખાતે મોકલ્યો હતો. પરંતુ ત્યાં ગયા બાદ પણ પણ કલજીતસિંગે કોઇ પ્રકારની નોકરી કે ધંધો અપાવ્યો ન હતો. જેથી યુવક 18 મે 2024ના રોજ પરત વડોદરા આવી ગયો હતો. આમ પંજાબના કમલજીતસિંગે દુબઇમાં નોકરી અપાવવાન લાલચ આપીને યુવક પાસેથી ટુકડે ટુકડે રૂ.1.80 લાખ પડાવી લીધા હતા. જેથી યુવકે ઠગ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.